ફૂટ ઓવર બ્રિજમાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે આવતાં લોકોને સરળતા રહે તેમ યોગ્ય સ્લોપ સાથે પુરાણ કરવું
યોગ્ય ફાજલ જગ્યામાં યોગ્ય પ્લાનટેશન થાય જેથી પર્યાવરણના અભિગમને વેગ મળે.

શૌચાલયને મજબૂત અને ટકાઉ દરવાજા લગાવવામાં આવે.
ફિનિશિંગ લાઈનની ડિઝાઈન લે આઉટ ખૂબ ચોક્કસાઈ સાથે થાય. વગેરે વગેરે

સાવરકુંડલા શહેરમાં આજરોજ રેલવે સ્ટેશનના નવીનીકરણ કામગીરીનું સ્થળ નિરીક્ષણ સાંસદ ભરતભાઈ સુતરીયા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સમેત રાજકીય અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલ તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય સૂચનો પણ કરવામાં આવ્યાં. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિપકભાઈ માલાણી, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ ખાત્રાણી, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા, જીતુભાઈ ડેર, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, યુવા મોરચાના મંત્રી ભાવેશભાઈ વિકમા, નગરપાલિકા સદસ્ય કિશોરભાઈ બુહા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.
બિપીન પાંધી સાવરકુંડલા