ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, રાજ્યના બહારનો પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી દેવસીંગભાઇ રૂપસીંગભાઇ તોમર રહે.ચીકોડા પટેલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (એમ.પી.) નાનો પુનીયાવાટ દવાખાના પાસે ઉભો છે તેવી મળેલ બાતમી હકીકત આધારે…. હકીકત વાળી જગ્યાએ જતા બાતમી મુજબનો ઇસમ પુનીયાવાટ દવાખાના પાસે ઉભેલ હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામઠામ પુછતા તેને પોતાનું નામ દેવસીંગભાઇ રૂપસીંગભાઇ તોમર રહે.ચીકોડા પટેલ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (એમ.પી.) નો હોવાનું જણાવેલ સદરીને ગુન્હા બાબતે પુછતાં તેણે જણાવેલ કે, આજથી આશરે પાચેક માસ પહેલા મારો મિત્ર રાજુભાઈ નાનાભાઇ તોમર રહે.અંધારકાચ નાઓ ટેક્ટરમાં ઇગ્લિશ દારૂ ભરીને જતો હતો તે વખતે તેઓ ઇંગ્લિશ દારૂ સાથે પકડાય ગયેલ ગુનામાં મારુ નામ ખુલેલ હોવાનું જાણેલ ત્યારથી પોલીસ મને પકડી જશે તે બીક થી આજદીન સુધી નાસતો ફરતો હોવાની હકિકત જણાવી દારુના ગુનાનો એકરાર કરતા હોય કરતો હોય જે અંગે શરીર સ્થિતીનું પંચનામું કરી તેના વિરુધ્ધ BNSS – ૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (ઈ) મુજબ અટકાયત કરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર