મોસ્કો
રશિયાની કઝાખસ્તાનમાં બૈકોનુર ખાતે આવેલી લોન્ચ ફેસિલિટીમાંથી એમએસ-૨૦ સોયુઝમાં બપોરે ૧૨-૩૮ વાગે તેઓ અવકાશમાં જવા રવાના થયા હતા. મેઝાવા અને હીરાનો સ્પેસમાં ૧૨ દિવસ વીતાવવાના છે. બંને જણા ૨૦૦૯ પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નાણા ચૂકવીને રહેનારા પહેલા પ્રવાસી બન્યા છે. આ પ્રવાસ બદલ તેઓએ કેટલા નાણા ચૂકવ્યા છે તે હજી જાહેર કરાયું નથી. મેઝાવાએ પ્રી-ફ્લાઇટ ન્યુઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મને અવકાશમાંથી પૃથ્વી જાેવી ગમશે. મારી વ્યક્તિગત આકાંક્ષા પણ છે. હું તે જાેવા આતુર છું કે સ્પેસ મારામાં કઈ રીતનું પરિવર્તન લાવે છે. આ સ્પેસ ફ્લાઇટ પછી હું કેટલો બદલાઇશ. આ ફલાઇટનું આયોજન કરનારી કંપનીએ જણાવ્યું હતું કે મેઝાવાએ લોકોને આઇડિયા અંગે પૂછ્યા પછી અંતરિક્ષમાં કરવા જેવા સો કામની યાદી બનાવી છે. તેમા દૈનિક જીવનની સામાન્ય ચીજાે અને કેટલીક રમૂજપ્રેરક પ્રવૃત્તિઓની સાથે કેટલાક ગંભીર સવાલોનો સમાવેશ થાય છે, એમ સ્પેસ એડવેન્ચર્સ પ્રેસિડેનટ્ ટોમ શેલીએ જણાવ્યું હતું.મેઝાવાની નેટવર્થ બે અબજ ડોલરની હોવાનું મનાય છે. તેણે ઇલોન મસ્કની સ્ટારશિપમાં પણ બૂકિંગ કર્યુ છે. તેની ફ્લાઇટ ૨૦૨૩ની હોવાનું મનાય છે. તે બીજા આઠ કન્ટેસ્ટ વિનર્સ સાથે આ પ્રવાસમાં જાેડાશે.જાપાનીઝ અબજપતિ અને તેના પ્રોડયુસરે બુધવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જવા માટે ટેકઓફ કર્યુ હતું. તઓે દાયકા પછી પહેલી વખત નાણા ચૂકવીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જનારા પહેલા પ્રવાસી બન્યા છે. ફેશન ટાયકૂન યુસાકુ મેઝવા અને પ્રોડયુસર યોઝો હીરાનો આ સ્પેસ મિશનમાં ફિલ્મ બનાવવાનું પણ આયોજન ધરાવે છે. તેઓ રશિયાના સોયુઝ સ્પેસ ક્રાફ્ટમાં રશિયન અવકાશયાત્રી એલેકઝાન્ડર મિસુરકિનની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગયા છે.
