ગોધરા રેડિયો કેન્દ્ર પર આશિષ બારીઆનો આજના યુવાનોની જીવન શૈલી વિષય ઉપર વાર્તાલાપ પ્રસારિત થશે
રિપોર્ટ વિનોદ રાવળ, ગોધરા(પંચમહાલ)
ગોધરા તાલુકાના પઢીયાર ગામના આશિષ બારીઆ આજના યુવાનોની જીવન શૈલી વિષય ઉપર ગોધરા રેડિયો કેન્દ્ર પરથી યુવાનો માટે પ્રેરણારૂપ વાત કરશે.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતેના લોકપ્રિય રેડિયો સ્ટેશન એફ.એમ બેન્ડ 102.2 કેન્દ્ર ઉપર તારીખ 16 મી માર્ચ – 2025 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે યુવાવાણી કાર્યક્રમમાં આજના યુવાનોને ઉદ્દેશીને વાર્તાલાપ પ્રસારિત થશે. યુવાવાણી કાર્યક્રમમાં પ્રસારિત થનારા આ વાર્તાલાપમાં યુવાનોનું દેશના વિકાસમાં યોગદાન, તેમની જીવન શૈલી, દેશ માટે યુવાનોની ભાગીદારી અને ખરાબ રસ્તે વળતા યુવાનોને ગર્ભિત ટકોર દ્વારા યુવાનો માટે મૌલિક અને પ્રેરણાદાયી સંદેશો આ વાર્તાલાપમાં આપશે.