Gujarat

છોટાઉદેપુરમાં 105 વર્ષથી ભરાતો ચુલનો મેળો આજેપણ યથાવત છે. ધગધગતા અંગારા ઉપર આદિવાસીઓએ ચાલી બાધા પૂર્ણ કરી છે

આદિવાસી પંથકમાં મુખ્ય તહેવાર હોળી માં તમામ કામકાજ છોડી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતો આદિવાસી સમાજ પરંપરાગત રીતે આજે પણ નિયમબદ્ધ છે. છોટાઉદેપુર આદિવાસી જિલ્લામાં હોળી મુખ્ય તહેવાર છે. હોળી પહેલા અને પછી પણ આદિવાસી વિસ્તારોમાં ભંગોરીયાના હાટ તથા મેળાઓની શરૂઆત થઇ જાય છે. છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલની પાછળ સરકારી હોળી તરીકે જાણીતી હોળી પ્રગટે છે. એના બીજા દિવસે ચૂલનો મેળો અંદાજે 105 વર્ષથી ભરાય છે. આજે પણ ચુલનો મેળો યોજાયો હતો. અને આ ચુલના મેળામાં છોટાઉદેપુર નગરની તથા આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટે છે. ખાસ તો આ મેળાની અંદર વિશેષતા એ હોય છે કે આદિવાસી ઓએ બાધા રાખી હોય તો એ પૂર્ણ થતાં ધગધગતા અંગારા ઉપર ચાલે છે. અને બાધા પૂર્ણ કરે છે.
 
હોળી પ્રગટી હોય એના બીજા દિવસે જ્યાં હોળી પ્રગટી હોય એની નજીકમાં એક લાંબો ખાડો ખોદવામાં આવે છે. તેમાં હોળીના અંગારા હોય એ નાખવામાં આવે છે. એના ઉપર જે વ્યક્તિઓ પોતાના ઉપર અથવા તેના પરિવારના માથે મુશ્કેલી આવી હોય એ દૂર થતા અગ્નિ ઉપર ચાલવાની બધા રાખી હોય એ પૂર્ણ કરે છે.
જેઓ હોળીના અંગરામાં ચાલનારા હોય તેઓ ઘરેથી પોતાના દેવને નમીને આવે છે અને જ્યાં ચુલનો ખાડો ખોડયો હોય ત્યાં શ્રીફળ ચઢાવી અગ્નિમાં ચાલે છે. ચુલમાં ચાલનારા ઘણા શીતળતા માટે શરીર ઉપર હળદર પણ લગાડે છે
અગ્નિમાં ચાલતા પ્રથમ તેના ઉપર લીંમડા ના પાન નાખવામાં આવે છે. પછી પોતાના ઇષ્ટ દેવને નમન કરી અગ્નિમાં સડસડાટ ચાલ્યા જાય છે. અને પોતાની બાધા પુરી કરે છે. આ પ્રક્રિયા વર્ષોથી આદિવાસી વિસ્તારમાં ચાલે છે. પરંતુ આગમાં ચાલી કોઈની હાલત ગંભીર બની હોય તેવું બહાર આવ્યું નથી છોટાઉદેપુર માં યોજાયેલ ચુલના મેળા માં 35 જેટલી વ્યક્તિઓ આગમાં ચાલી હતી.
છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલ પાછળ ભરાયેલ ચુલના મેળા માં આદિવાસીઓ ઘેરિયાઓ બની ને અલગ અલગ પહેરવેશ ધારણ કરી ઢોલ ત્રાંસા ખંજરી પીહા તીર કામઠા લઈને ખૂબ મોટી સંખ્યા માં આવ્યા હતા અને ચુલના ફરતે આદિવાસી નૃત્ય કરી મેળાનો આનંદ માણ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર