Gujarat

સાબરમતી રેલવે સ્ટેશન પર વતન જવા ભીડ, હોલ્ડિંગ એરિયામાં 4 હજાર મુસાફરને બેસાડાયા

ઉનાળાના વેકેશનની શરૂઆત અને લગ્નગાળાને કારણે પરપ્રાંતિય શ્રમિકોનો વતન જવાનો ધસારો વધ્યો છે. સાબરમતીથી મુજફ્ફરપુર જતી જનસાધારણ એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે રાતે હજારોની સંખ્યામાં લોકો સાબરમતી સ્ટેશને ઊમટી પડ્યા હતા. રેલવે સ્ટેશન પર કોઈ મોટી દુર્ઘટના કે ધક્કામુક્કી ન સર્જાય તે માટે રેલવે સુરક્ષા દળ (આરપીએફ)એ પૂરતી વ્યવસ્થા કરી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે આરપીએફની ટીમે તમામ મુસાફરોને સીધા પ્લેટફોર્મ પર જવા દેવાને બદલે સ્ટેશનની નવી બિલ્ડિંગમાં તૈયાર કરાયેલા સ્પેશિયલ ‘હોલ્ડિંગ એરિયા’માં બેસાડ્યા હતા અને ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે લાઇનમાં એક પછી એક પ્લેટફોર્મ સુધી લઈ જઈ શિસ્તબદ્ધ રીતે કોચમાં બેસાડ્યા હતા.