Gujarat

ઓલપાડની ડભારી પ્રાથમિક શાળામાં એડોલેશન ડે ઉજવવામાં આવ્યો

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દિહેણ તેમજ આયુષ્યમાન આરોગ્ય મંદિર તરફથી પિંજરતનાં કાંઠા વિસ્તારની ડભારી પ્રાથમિક શાળામાં એડોલેશન ડે ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાનાં ધોરણ 6 થી 8 નાં બાળકોને વિશેષ માહિતી પ્રદાન કરી તેમને સ્મૃતિભેટરૂપે વોટરબેગ અર્પણ કરવામાં આવી હતી. શાળાનાં આચાર્ય જગદીશ પટેલ અંતમાં આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.