Gujarat

વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું

ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી મંડળે અચોક્કસ મુદતની હડતાળનો પ્રારંભ કર્યો છે. રાજ્યભરમાંથી 20 હજાર જેટલા પંચાયતી આરોગ્ય કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. ત્યારે જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ પણ આ આંદોલનમાં જોડાયા છે.

સંસ્થાના પ્રમુખ વી.પી. જાડેજાની આગેવાનીમાં કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી લિકાસ ભારદ્વાજને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. વી.પી. જાડેજાએ જણાવ્યું કે, વર્ષોથી તેમની પડતર માંગણીઓ પ્રત્યે સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી.

આથી કર્મચારીઓને હડતાળ પર ઉતરવાની ફરજ પડી છે. કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓના નિરાકરણ માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.