ચાર્જ સંભાળતા નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન થાણીયાએ જણાવેલ કે પ્રજાના મુખ્ય પ્રશ્નો જેવાકે લોકોને નિયમિત પાણી મળી રહે ગંદકીઓ દુર કરવી નિયમિત સફાઈ અભિયાન ચલાવવામા આવશે અને સ્ટ્રીટ લાઇટો દરેક એરિયામા નિયમિત મળી રહે તેની અમે સતત કાળજી રાખશુ તેવુ જણાવેલ હતુ, હાલ નગરપાલિકાનુ બિલ્ડીંગ જર્જરિત હોવાથી હાલ નગરપાલિકા ટાવર બગીચા પાસે જે હોલ બનાવેલ હતો ત્યા ચાલુ કરેલ છે ત્યા હાલ નગરપાલિકા પ્રમુખ ને તેમજ સભ્યો ને બેસવા માટે રુમ પણ નથી
માંગરોળ નગરપાલિકામાં નવનિયુક્ત મહિલા પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ અબ્દુલ્લા મિયાં સૈયદ નું પાલિકા ખાતે પાલીકા ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ દ્વારા સ્વાગત સાથેના અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના પ્રમુખ વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત આગેવાનો અને પાલિકાના તમામ સભ્યોની ઉપસ્થિતીમાં નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી કામના શ્રીગણેશ કર્યા હતા
રિપોર્ટર/વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

