Gujarat

ઓપન ક્લાસ ન રાખવા અને સમયગાળામાં ફેરફાર કરીને હવે સવારના 6થી 11 વાગ્યા સુધીના સમય રાખી શકાશે

ભારે ગરમી અને હીટવેવની સંભાવનાઓને જોતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલો માટે વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. સૂચના આપવામાં આવી છે કે, તેઓ પોતાની રીતે સમયગાળામાં ફેરફાર કરીને હવે સવારના 6થી 11 વાગ્યા સુધીના સમય માટે શિક્ષણ સુવિધા રાખી શકે છે.

શહેરમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓના આરોગ્ય અને સલામતી માટે હીટવેવ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સ્કૂલોને ઓપન ક્લાસ ન લેવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

DEO દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓ મુજબ, તમામ સ્કૂલોમાં શિક્ષકો વિદ્યાર્થીઓને હીટવેવ, તેની અસર અને તેનાથી બચવાના ઉપાયની માહિતી આપશે. ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને વાલીઓ પણ બાળકોના આરોગ્ય માટે ખાસ તકેદારી રાખવા જાણવામાં આવ્યું છે.