Gujarat

બાળકોમાં શ્વસન અને વયોવૃદ્ધ લોકોમાં હિટ સ્ટ્રોકની અસર

આજકાલ વાતાવરણમાં થતાં હવામાનના વધઘટને કારણે બાળકોમાં સામાન્ય રીતે શ્વસન બીમારીઓ, અસ્થમા અને એલર્જી થતી હોય છે, જેનું મુખ્ય કારણ હવામાનમાં થતાં ફેરફાર છે. બાળકોના પહેલાના સમયમાં અને હાલના સમયની જીવનશૈલીમાં શું ફર્ક છે. વયોવૃદ્ધ લોકો પોતાના ઘરમાં એક જગ્યાએ બેસી રહે ત્યારે શા માટે હિટ સ્ટ્રોકનો ભોગ બને છે. જાણો બે નિષ્ણાત ડોક્ટર શું કહે છે.

‘ઠંડા વાતાવરણમાં આવા પ્રોબ્લેમ વધારે જોવા મળે છે’ આ અંગે ભાઇલાલ અમીન જનરલ હોસ્પિટલમાં જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતાં ડો.અતુલ જાનીએ જણાવ્યું હતું કે, વાતાવરણ પર થતા ફેરફારમાં બાળકો અને ઉંમરલાયક લોકો પર શું અસર પડે છે ત્યારે તેઓનું કહેવું છે કે, આપણે ગુજરાતમાં રહીએ છીએ ત્યારે ગરમી વધુ હોય છે, પરંતુ ક્યારેક ઠંડા પ્રદેશોમાં પણ આ પ્રકારના પ્રોબ્લેમ આવી શકે છે.

જેમાં કોઈ પોલ્યુટન્સ હોય જે શિયાળમાં કે ઠંડીમાં નીચે લેવલ પર આવતા જાય એટલે જે લોકોને એલર્જી હોય તેમને અસ્થમાની અસર થતી હોય કે પછી વારંવાર શ્વાસ લેવાની તકલીફ હોય તેમાં ઘણો વધારે જોવા મળતો હોય છે. ખાસ કરીને નાના બાળકો અને ઉંમરવાળી વ્યક્તિમાં આ વધારો જોવા મળતો હોય છે.

વધુમાં કહ્યું કે, એનું કારણ એ જ હોય છે કે નાના બાળકો અને વયોવૃદ્ધ લોકો પોતાની જાતને એટલા સાચવી શકતા નથી. જેથી ખૂબ ઠંડા વાતાવરણમાં આવા પ્રોબ્લેમ વધારે જોવા મળે છે. આ સ્થિતિમાં ઉંમર લાયક લોકોને ઠંડીની સિઝનમાં લોહીની નળીઓ પણ સાંકડી થાય અને લોહી થોડું જાડું થાય ત્યારે હાર્ટ પર તેની અસર થતી હોય છે. ત્યારે વધારે ઠંડી પડે તો ગરમ કપડાંમાં રાખવામાં આવે છે.