પીએમ ઈન્ટર્નશીપ યોજના હેઠળ 21થી 24 વર્ષના ધો 10 અને 12 આઈટીઆઈ, ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ થયેલ ઉમેદવારો 12 માસની ઈન્ટર્નશીપ માટે www.pminternship.mca.gov.in ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 31/3/2025 છે, તેમજ અગ્નિવીર (આર્મી) ભરતી માટે ધો 8, 10, 12, આઈટીઆઈ, ડિપ્લોમા થયેલા 17.5થી 21 વર્ષના અપરણિત પુરુષ અને ધો. 10 પાસ (45 ટકા) થયેલી અપરણિત મહિલા ઉમેદવારો તા 10/4/2025 સુધી https://www.joinindianarmy.nic.in ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે.
તેમજ ઓનલાઈન રોજગારી શોધતા ઉમેદવારો માટે અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in પર અને એનસીએસ પોર્ટલ www.ncs.gov.in પર વિના મૂલ્યે ધરે બેઠા તેમજ રોજગાર કચેરી પર જઈને ઓનલાઈન નોંધણી કરી શકાય છે.
ઉકત ત્રણેય સેવાનો લાભ છેવાડાના જરૂરીયાતમંદ ઉમેદવાર સુધી મળે અને વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય તે આશયથી મદદનીશ નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા તા. 19 માર્ચથી 28 માર્ચ 2025 સુધી વડોદરાના જુદા-જુદા તાલુકામાં વિવિધ કોલેજ અને આઈટીઆઈના સહયોગથી નીચે જણવેલી તારીખ, સ્થળ, સમયે વિના મૂલ્યે નોંધણી કેમ્પનું આયોજન કર્યું છે.
- તારીખ 20/3/2025ના રોજ વડોદરા શહેરમાં સવારે: 11થી 1 વાગ્યા સુધી આઈ.ટી.આઈ., દશરથ અને સાવલી તાલુકામાં બપોરે 3થી 5 વાગ્યા સુધી આઈ.ટી.આઈ., સાવલી.
- તારીખ 21/3/2025ના રોજ પાદરા તાલુકામાં સવારે: 11થી 1 વાગ્યા સુધી આઈ.ટી.આઈ., પાદરા.
- તારીખ 25/3/2025ના રોજ ડભોઇ તાલુકામાં સવારે: 11થી 1 વાગ્યા સુધી આઈ.ટી.આઈ., ડભોઇ.
- તારીખ 26/3/2025ના રોજ ડભોઇ તાલુકામાં સવારે: 11થી 1 વાગ્યા સુધી આઈ.ટી.આઈ., કાયાવરોહણ, તા-શિનોર તેમજ શિનોર તાલુકામાં બપોરે 2થી 4 વાગ્યા સુધી આઈ.ટી.આઈ., શિનોર.
- તારીખ 28/3/2025ના રોજ વડોદરા શહેરમાં સવારે: 10:30થી 12 વાગ્યા સુધી KPGU વરણામા, વડોદરા. જિ- વડોદરા તેમજ કરજણ તાલુકામાં બપોરે 2થી 4 વાગ્યા સુધી આઈ.ટી.આઈ.,કરજણ.

