Gujarat

આજે બપોર બાદ તેઓ પરત ફર્યા, જામનગર એરપોર્ટ પર ભક્તોએ જય શ્રી રામનો જય જયકાર કર્યો

જામનગરમાં રિલાયન્સના વિશ્વના સૌથી મોટા વન્યજીવ રેસ્ક્યુ સેન્ટર ‘વનતારા’ની મુલાકાતે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પધાર્યા હતા. તેઓ બે દિવસ પહેલા રાત્રે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

વનતારા ખાતે તેઓએ બે રાત્રિ અને એક દિવસનું રોકાણ રહ્યું હતું. રિલાયન્સના અનંત અંબાણી દ્વારા સ્થાપિત આ કેન્દ્રમાં વન્યજીવોના રક્ષણ અને સારવાર માટેની વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે. શ્રી શ્રી રવિશંકરની મુલાકાત બાદ બાગેશ્વર ધામના મહંતની મુલાકાત નોંધપાત્ર રહી હતી.

આજે બપોર બાદ તેઓ જામનગર એરપોર્ટથી પરત ફર્યા હતા. એરપોર્ટ પર ભક્તોએ જય સિયારામ અને જય શ્રી રામના નાદ સાથે જય જયકાર કર્યો હતો. બાગેશ્વર બાબા તરીકે પ્રસિદ્ધ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉપસ્થિત ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. રિલાયન્સ તરફથી પણ તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.