રાજકોટ દેશી બનાવટના તમંચા તેમજ જીવતા કાર્ટીસ સાથે ઈસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ શહેર તા.૧૯/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખી ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય. જે અન્વયે P.I એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન હેઠળ SOG શાખાના એમ.બી.માજીરાણા તથા SOG શાખાના કર્મચારીઓ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઈસમોને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફિરોજભાઈ રાઠોડ તથા દિગ્વિજયસિંહ ગોહિલ નાઓની સંયુકત બાતમી આધારે છોટુનગર કોમ્યુનીટી હોલની સામે લીમડાના ઝાડ નીચે જાહેર રોડ ઉપરથી ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો તેમજ જીવતા કાર્ટીસ સાથે ઇસમને પકડી પાડી DCB પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. ઇસ્માઇલ બસીરભાઈ અલાણા ઉ.૩૩ રહે-છોટુનગર કોમ્યુનીટી હોલની સામે શીવપરા શેરીનં.૩ રાજકોટ. દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિ.રૂ.પ૦૦૦ જીવતા કાર્ટીસ નંગ-૩ કિ.રૂ.૩૦૦ જુનાગઢ સી.ડીવીઝન પો.સ્ટે. IPC કલમ-૩૨૩,૩૨૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૪૫૨,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


