ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારનાં એન્ટી સોશિયલ એલીમેન્ટ અને ગુન્ડા તત્વોનાં ઘર તથા ખેતરોમાં વીજચોરી પકડી આશરે કિ.રૂ.૩,૭૫,૦૦૦/-ની દંડની કાર્યવાહિ કરતી ખાંભા પોલીસ.
ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર નાઓએ તેમજ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત તેમજ ધારી વિભાગ સાવરકુંડલા મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી નાઓના સિધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતિ અનુભવાય તે માટે અસામાજીક ગુંડા તત્વો તેમજ પ્રોહિ જુગાર પ્રવૃતિ સાથે સંકાયેલ ઇસમો વિરુધ્ધ ૧૦૦ કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ હતી જે અનવ્યે ખાંભા.પોલીસ.સ્ટેશનના.ઇચા.પોલીસ ઇન્સ્પેકટર આર.જી. ચૌહાણ નાઓ તથા પોલીસ સ્ટાફ તથા ખાંભા PGVCLનો સ્ટાફ સહીત ખાંભા પો.સ્ટે.વિસ્તારના ગામડાઓમાં ગેર કાયદેસર વીજ કનેકશન તેમજ વીજચોરી કરાયેલ કુલ ચાર ઇસમોના વીજબીલ કિ.રૂ.૩,૭૫,૦૦૦/-ની ભરપાઇ કરવા કાર્યવાહી કરવામાં આવેલ તેમજ ગેર કાયદેસર વીજ જોડાણ કરતા ઇસમોને પકડી પાડી વીજમીટર તથા કેબલ વાયર કબ્જે કરી ઇન્ડીયન ઇલેક્ટ્રીકસીટી એક્ટની કલમ-૧૩૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી P.G.V.C.L. પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવા કાર્યવાહી કરવામાં આવેલ છે
*ગેર કાયદેસર વીજ ચોરી કરતા ઇસમો*:-
(૧) પ્રતાપભાઇ મધુભાઇ માંજરીયા રહે.નાનીધારી તા.ખાંભા જિ.અમરેલી (ધર તથા ખેતર)
(૨) રણજીતભાઇ ધીરૂભાઇ વાળા રહે.નાનીધારી તા.ખાંભા જિ.અમરેલી (ધર તથા ખેતર)
(૩) અનિરૂધ્ધ ઉર્ફે કાનો ભાભલુભાઇ વાળા રહે.કોટડા તા.ખાંભા જિ.અમરેલી (ધર)
(૪) દેવશીભાઇ કાનાભાઇ વાઢેર રહે.મોટા બારમણ તા.ખાંભા જી.અમરેલી (ધર)
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના તથા ધારી વિભાગ ધારી મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ ખાંભા પો.સ્ટે.ના I/C પોલીસ ઇન્સ્પેકટર આર.જી.ચૌહાણ તથા ખાંભા પોલીસ સ્ટાફ તેમજ જે.આર.જાદવ જુનીયર એન્જીનિયર PGVCL ખાંભા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.*
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*




