કૃષિ–સહકારની વિવિધ બાબતો અંગે નવી દિલ્હી મુકામે વડાપ્રધાન
* *માનનીય નરેન્દ્ર મોદી સાથે દિલીપ.સંઘાણીની.શુભેચ્છા.મૂલાકાત.સધન.ચર્ચા-વિચારણા કરતા દિલીપ સંઘાણી*
*રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિમા આવેલ બદલાવ અને તેના લાભાલાભ વિશે લંબાણપૂર્વકની ચર્ચા ચાલી.*
લાંબાગાળાની અને પ્રગતિકારક અનેક યોજનાઓ અને ખેડૂત, ગ્રામીણ વિકાસ અને માળખાકીય સવલત, વિકાસ સાથોસાથ રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સહકારી ક્ષેત્રની યોજનાઓ સહિત ભારતની સહકારી અને કૃષિ પ્રવૃતિઓ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે નવી દિલ્હી ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના દિજ્જનેતા, રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી અને ઈફકો, એન.સી.યુ.આઈ. ના ચેરમેન દિલીપ સંઘાણી વચ્ચે શુભેચ્છા મૂલાકાત યોજાયેલ, જેમા પ્રવર્તમાન સમયમા દેશના વિકાસમા સહકારની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી.
ખેડૂતોની આવક, શ્વેતક્રાંતિ અંતર્ગત ડેરી યોજનાઓ, પશુપાલન સહિત વિશેષ પ્રકારે સહકારી પવૃતિને આવરી લેતી બાબતોનો ચર્ચામા સમાવેશ કરવામા આવેલ હતો. ભારતની સહકારી પ્રવૃતિ અને તેના થકી થતા વ્યવસાયીક ઉત્પાદનો અને તેના આંતરરાષ્ટ્રિય બજારોની અસર દેશની પ્રગતિ માટે લાભકારકતા વિગરે બાબતે આશાવાદ સેવ્યો હતો.
સહકારી ક્ષેત્ર અને સરકાર તેમજ સહકારી ક્ષેત્ર અને તેની સગઠનાત્મક શકિત દ્રારા ગ્રામીણ ક્ષેત્રના વિકાસ સુધી વિસ્તરેલ કૃષિ અને સહકારી બાબતને હજુ તેજ ગતિએ આગળ ધપાવવા અને તે માટે જરૂરી રચનાત્મક આચાર-વિચારની આપલે કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનિય છે કે, ભારતીય સહકારી માળખા ઉપર અન્ય દેશો મોટો મદાર રાખી ને બેઠા છે તેવા સમયે મોદી-સંઘાણી ની શુભેચ્છા મૂલાકાત સહકારી પ્રવૃતિને વધુ વેગવાન બનાવશે.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલીપ સંઘાણી સાથે અનેક રાજસ્વિ મહાનુભાવોની મૂલાકાત સામાજીક અને સહકારી ક્ષેત્રે રચનાત્મક દિશાસૂચક બની રહેશે તેમ જણાઈ રહયું છે
*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*



