Gujarat

કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા હવે આરોગ્ય સારવાર ક્ષેત્રે અગ્રેસર 

કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા જી.અમરેલી સાવરકુંડલામાં આવેલી કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં અધિક્ષકશ્રી ક્રિશ્નાબેન હરિયાણીના માર્ગદશન તળે ગાયનેક વિભાગમાં  ૪૨ વર્ષે મહિલા દર્દી માધવીબેન પ્રદીપભાઈ ગૌસ્વામીના ગર્ભાશયની કોથળી કાઢવાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન ડો.હાર્દિક બોરીસાગર સાહેબ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
મહિલા દર્દી માધવીબેન પ્રદીપભાઈ ગૌસ્વામીનું  તા.૧૯/૦૩/૨૦૨૫ના રોજ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ઓપીડી વિભાગમાં માસિકનો અસહ્ય દુખાવો તથા ગંભીર રીતે માસિક આવવાની ફરિયાદ સાથે ડોક્ટરની સલાહ અને નિદાન માટે આવેલા ત્યારે ડોક્ટરની સલાહ મુજબ સોનોગ્રાફી કરાવવામાં આવી. ડો.કૃપાલ શિંગાળાસાહેબ દ્વારા સોનોગ્રાફી કરવામાં આવતા કોથળીનો ભાગ ફુલાયેલ તથા ગાંઠ હોવાનું જણાતા ડોક્ટર દ્વારા કોથળી કાઢવા માટે સમજાવવામાં આવ્યું. દર્દીને ડોક્ટર દ્વારા સમજાવવામાં આવેલ વિગત બાદ દર્દી ઓપરેશન માટે દાખલ થયેલ.
જેનું ટાંકા વગરનું ઓપરેશન આધુનિક પદ્ધતિ દ્વારા ડો.હાર્દિક બોરીસાગર સાહેબ તથા એનેસ્થેટિસ્ટ ડો.સોલંકીસાહેબ તથા સ્ટાફ બ્રધર જીતુભાઈ ચૌહાણ તથા મનીષભાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રકારના ઓપરેશન સાવરકુંડલાની સરકારી હોસ્પિટલ ખાતે તદ્દન મફત તથા મા કાર્ડ દ્વારા કરવામાં આવે છે. તમામ કાર્યમાં કોઈ તકલીફ ન થાય તે માટે હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર ક્રિષ્નાબેન હરિયાણી સતત કાર્યશીલ રહે છે. આ ઉપરાંત ચાલુ વર્ષ દરમિયાન કુલ ૧૭૫૦ પ્રસૂતિઓ જેમાં ૧૧૮૫ સામાન્ય (નોર્મલ) અને ૫૬૫ સીઝરિયન પ્રસૂતિઓ, પીપીયાઈયુસીડી (આંકડી મુકેલ)- ૧૦૦૦, ટી.એલ. (સ્ત્રી વ્યંધિકરણના ઓપરેશન –  ANC ઓપીડી – ૧૨૫૪૨ તેમજ ગાયનેક ઓપીડી – ૧૮૫૪૭, બ્લડ ટ્રાન્સ્ફ્યૂઝન – ૨૭૨ નો સમાવેશ થાય છે આ ઉપરાંત અત્રેની સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે જે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે  શ્રેષ્ઠ કાળજીઓ અને સારવાર પૂરું પાડે છે. 
 
તેમજ નવજાત શિશુને જન્મની સાથે અપાતાં તમામ વેક્સિન પણ આપવામાં આવે છે. હવેથી બાળકોના નિષ્ણાંત ડો.ઇબ્રાહિમ લક્ષ્મીધર સાહેબ સોમવાર થી શનિવાર દરરોજ મળશે તેમજ બાળકોને દાખલ થવા માટે NBSU વિભાગ પણ ચાલુ કરવામાં આવેલ છે અને હાલ ૨ બાળકો કાચની પેટીમાં સારવાર હેઠળ છે. 
આ ઉપરાંત કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ડો.હરેશ વાળા – જનરલ સર્જન (અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને શુક્રવાર), ડો. દિનેશ સોલંકી– એનેસ્થેસ્ટિક, ડો. કૃપાલ શિંગાળા – રેડિયોલોજિસ્ટ (સોનોગ્રાફી તેમજ એક્સ રે ની સેવાઓ) તેમજ ડો.વિવેક તરસરિયા – એમ.ડી.એસ. (દાંત વિભાગ) તેમજ ડો. ડો.હિના પરમાર – સ્કીન સ્પેશ્યલિસ્ટ તેમજ ડો.રાજેન્દ્ર જે. રાવળ – ઓર્થો સર્જન (સી.એમ.સેતુ અંતર્ગત) મંગળવાર,બુધવાર અને ગુરુવારે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ અને તેમજ ડો.ઇબ્રાહિમ લક્ષ્મીધર – પીડિયાટ્રિક (બાળકોના નિષ્ણાંત) તેમજ ડો.વિરમ બોદર દ્વારા નિયમિત હોમિયોપેથી અને મેડિકલ ઓફિસર દ્વારા સમયસર ઓપીડી તેમજ રાજન સોલંકી – ફિઝિયોથેરાપિસ્ટ (કસરત વિભાગ) તેમજ ઈમરજન્સી (૨૪×૭), MLC, લેબોરેટરી અને એક્સ-રે, ડાયાલીસીસ વિભાગ કાર્યરત છે તમામ સેવાઓ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે. અને આ તમામ સેવાઓનો લાભ વધુમાં વધુ દર્દી નારાયણને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા