જામનગરના મોટા થાવરિયા ગામ નજીક પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ દરોડામાં રૂ. 17.25 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસે કુલ 331 પેટીમાંથી 11,784 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો પાવડરના જથ્થા હેઠળ છુપાવીને લાવવામાં આવ્યો હતો. પોલીસની રેડ દરમિયાન બુટલેગરો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા.

પોલીસે દારૂના જથ્થા ઉપરાંત એક ખટારો, બોલેરો પિકઅપ વેન અને સ્કૂટર પણ જપ્ત કર્યા છે. કુલ મળીને રૂ. 38.43 લાખની માલમત્તા પોલીસે કબજે કરી છે. બુટલેગરો દારૂનું કટિંગ કરી રહ્યા હતા. ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે આ કેસમાં સંડોવાયેલા શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

