Gujarat

વડોદરામાં દવાની દુકાનની આડમાં નશાકારક દવાનો મોટાપાયે વેપલો કરનારના કબ્જામાંથી વધુ 3.60 લાખની દવાનો જથ્થો કબ્જે કરાયો

વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાજેતરમાં વિપુલ રાજપુત અને કેયુર રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી. બંને દ્વારા ઘરમાં ગેરકાયદેસર કોડીનની માત્રા ધરાવતી કફ સીરપનો જંગી જથ્થો રાખવામાં આવ્યો હતો. અને તેનું વેચાણ કરતા હતા.

બાદમાં આરોપીઓના રિમાન્ડ દરમિયાન અન્ય ગોડાઉનનું પગેરૂ મળ્યું હતું, જેમાંથી કોડીન કફ સીરપનો વધુ જથ્થો અને ટેબ્લેટ્સ મળી આવ્યા હતા. ત્યારબાદ વધુ કડકાઈ દાખવતા વધુ હોસ્ટેલની નીચે આવેલા અક્ષર અદ્વૈતના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનમાંથી રૂ. 15.42 લાખની ગેરકાયદેસર નાર્કોટીક્સ ટેબ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.

દવાઓ મળીને કુલ 26.54 લાખનો​​​​​​ જથ્થો જપ્ત કર્યો તાજેતરમાં વડોદરા એસઓજી દ્વારા દરોડા પાડીને કોડીનની માત્રા ધરાવતી ગેરકાયદેસર કફ સીરપની બોટલો રહેણાંક વિસ્તારમાંથી જપ્ત કરવામાં આવી હતી. તે બાદ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રથમ કાર્યવાહીમાં પોલીસે રોકડ, દવાઓ મળીને કુલ રૂ. 7.89 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર બાદ આરોપીના રિમાન્ડ દરમિયાન તેઓ ભાંગી પડતા ખટંબા નજીક રાખેલા ગોડાઉનમાં દવાઓ અને કફ સીરપના જથ્થા અંગેની માહિતી આપી હતી.

જેથી ત્યાં દરોડા પાડવામાં આવતા કફ સીરપ અને નાર્કોટીક્સ ટેબ્લેટ મળીને કુલ રૂ. 26.54 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ એસઓજીની ટીમોએ આરોપીઓ સામે કડકાઇ દાખવવાનું ચાલુ જ રાખ્યું હતું.