વડોદરા શહેર નજીક આવેલ પોર ગામની નવીનગરીમાં રહેતા પટેલ પરિવારની 10 વર્ષીય બાળકી રૂપિયા પાંચના સિક્કા સાથે રમત રમતા-રમતા અચાનક સિક્કો મોઢામાં મૂકી દેતા તે ગળી ગઈ હતી.
આ બાળકી સિક્કો ગળી જતા બાળકીની અન્નનળીમાં ફસાઈ ગયો હતો. બાદમાં પોર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડૉક્ટરે બાળકીની અન્નનળીમાં ફસાયેલા 5 રુપિયાનો સિક્કાને સફળ સર્જરી કરી બહાર કાઢ્યો હતો. આ કિસ્સો વાલીઓ માટે લાલબત્તી સમાન છે.
રમત રમતા-રમતા સિક્કો મોઢામાં મૂક્યો ને ગળી ગઈ પોર ગામની નવીનગરીમા સંગીતાબેન ઉર્ફે મમતાબેન પટેલની 10 વર્ષીય દીકરી હેતલ પટેલ રમત રમતા-રમતા સિક્કો મોઢામાં મૂક્યો હતો. જે સિક્કો બાળકી હેતલ ગળી જતા તે બાળકીની અન્નનળીમાં ફસ્યો હતો. જેના કારણે બાળકીને દુખાવા સાથે બોલવામાં તકલીફ થતા તેને તેની માતાને સિક્કો ગળી ગયાનું જણાવ્યું હતું.
જેથી તેની માતા પોર ગામે આવેલ પોર મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલમા ડોક્ટર સુનિલ પટેલ પાસે લઈને આવી હતી. ડૉક્ટરે બાળકીની પૂછપરછ કર્યા બાદ બાળકીને જરૂરી ગળાના ભાગના તથા છાતીનો એક્સ-રે કઢાવ્યા હતા.
ડોક્ટરે સર્જરી કરીને સિક્કો બહાર કાઢ્યો ડૉક્ટરે એકસ-રે બાદ જાણવા મળ્યું કે, બાળકીને પાંચનો સિક્કો અન્નનળીમાં ફસાયેલો નજરે પડે છે. આ માટે ડોક્ટરની સલાહ મુજબ એક્સ-રેમાં નિદાન આવ્યું હતું. જેથી ડોક્ટર તાત્કાલિક અસરથી બાળકી હેતલના અન્નનળીમાં ફસાયેલ સિક્કાને બહાર કાઢવા માટેની સર્જરી કરવા જણાવવામાં આવે છે. બાદમાં આ દીકરીની સર્જરી કરવામાં આવે છે અને સિક્કાને બહાર કાઢવામાં આવે છે.
આ સર્જરીમાં હોસ્પિટલના ડોક્ટર સુનિલ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા બાળકીની અન્નનળીમાં ફસાયેલ પાંચનો સિક્કો સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવે છે. બાદમાં બાળકીને આ દર્દમાંથી મુક્તિ મળે છે.
બાળકીની અન્નનળીમાં ફસાયેલો સિક્કો બહાર આવી જતા માતાએ અને પરિવારજનોને રાહતનો શ્વાસ લીધો હતો અને આ કિસ્સા પરથી એની બાળકોના માતાપિતા માટે પણ એક સંદેશ આપે છે કે બાળકને ક્યારેય એકલા ન છોડો અને આવા સિક્કા કે અન્ય કોઈ ચીજવસ્તુ જે બાળક આસાનીથી ગળી જાય એવું આસપાસ ન રાખવું જોઈએ.

