Gujarat

વંડા – ફાચરિયા – ખાલપર – બવાડી બે તાલુકાને જોડતા રસ્તા ઉપર ફાચરિયા ગામે ૧૩. ૫૦ લાખના ખર્ચે બનાવેલા પ્રવેશદ્રારનું પૂર્વ ધારાસભ્ય  કાળુભાઈ વિરાણીના હસ્તે લોકાપર્ણ

સા.કુંડલા તાલુકાના નાના એવા ગામ ફાચરિયા જે ગામ વંડા ,ફાચરિયા , ખાલપર, બવાડી રોડ પર આવેલ છે. આ ગામના દાતા સ્વ. રામાણી ગીગાભાઈ રામભાઈના વારસદારો નથુભાઈ ગીગાભાઈ , નાનજીભાઈ ગીગાભાઈ , લાલજીભાઈ ગીગાભાઈ , પથુભાઈ ગીગાભાઈ અને અરજણભાઈ ગીગાભાઈના વારસદારો એ ૧૩. ૫૦ લાખના ખર્ચે ફાચરિયા ગામે બે પ્રવેશદ્વારોનું નિર્માણ કરેલ છે. આ પ્રવેશદ્વાર બનાવવામાં મુખ્ય કાર્યકતા રામાણી શિવલાલભાઈ લાલજીભાઈ , તથા શૈલેષભાઈ શિવલાલભાઈની આગેવાની નીચે આ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. આ પ્રવેશદ્વાર પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
તે સમારંભમાં વંડા , ફાચરિયા , ખાલપર, આંકોલડા , અને હઠીલાવાવ ગામના આગેવાન ભાઈઓ હાજર રહ્યા હતા. અતિથી વિશેષ તરીકે ચિરાગભાઈ હીરપરા, ધનશ્યામભાઈ પાંચાણી , કાળુભાઈ લુણસર , અમરૂભાઈ ખુમાણ, ભાવેશભાઈ શિરોયા , પ્રવીણભાઈ આંકોલડા , રાજેશભાઈ રામાણી , હિમતભાઈ રામાણી , ભાવેશભાઈ રામાણી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વંડા ગામના આગેવાન શ્રી મનજીબાપા તળાવિયા હાજર રહ્યા હતા અને ખાલપરથી બવાડી રસ્તાનું નિર્માણ કેવી રીતે થયું તેની વિગત આપી હતી . આ રસ્તો બે તાલુકા લીલીયા અને સાવરકુંડલાને જોડતો ટૂંકો રસ્તો છે.
 
આ રસ્તા પર આવતા ગામના લોકોએ ગુ.સરકાર પાસે આવતા દિવસોમાં આ રસ્તો ડબલ પટ્ટી બને તેવી માંગણી મુકેલ છે. આ પ્રવેશદ્વાર લોકાર્પણ કરનાર કાળુભાઈ વિરાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન સા.કુંડલા તાલુકાના અનેક નોન પ્લાનના રસ્તાઓ બનાવ્યા હતા. આ વિસ્તારના ખાલપર – બવાડી , બવાડી – હઠીલા, હઠીલા – આંકોલડા, મેકડા – ફિફાદ, ધોબા – ઠાંસા આવા અનેક નોન પ્લાનના રસ્તાઓ બનાવી લોક ઉપયોગી કાર્યો કર્યા હતા.
ત્રણ ટર્મના પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયા લાવી શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાનના કેટલાક કાર્યો કર્યા તેવા નથી તેમણે લોકોને વાકેફ કર્યા હતા. આ પ્રસંગે આંકોલડાના શ્રી અમરભાઈ ખુમાણ હાજર રહ્યા હતા. તેમણે કાળુભાઈએ કરેલા કાર્યોનું ખુલ્લા મોઢે વખાણ કર્યા હતા. કાર્યક્રમને અંતે શિવલાલભાઈ લાલજીભાઈ રામાણીએ આભાર વિધી કરી હતી અને હાજર રહેલા તમામ મિત્રોનો આભાર માની અલ્પાહાર કરાવ્યો હતો એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી સાવરકુંડલા