Gujarat

રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને ખાણ ખનીજ વિભાગ સાથે સંયુકત વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ.

રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને ખાણ ખનીજ વિભાગ સાથે સંયુકત વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ.

રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇ-વે/સ્ટેટ હાઇ-વે બનતા જીવલેણ માર્ગ અકસ્માતમાં ઘટાડો લાવવા સારૂ માનનીય રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પૂજા યાદવ અને ઇ.ચા.મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખા એમ.આઇ.પઠાન નાઓની સુચનાથી રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને ખાણ ખનીજ વિભાગ સાથે સંયુકત વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ, જે ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક શાખાના ઉતર વિભાગના પોલીસ ઇન્સપેકટર એસ.એન.રાઠોડનાઓ દ્વારા ડ્રાઇવ દરમિયાન રાજકોટ-અમદાવાદ હાઇ-વે વાંકાનેર ચોકડીથી આગળ એક ઓવર લોડેડ તથા બિન કાયદેસર રીતે બેલા (પથ્થર) ભરેલા વાહન મળી આવેલ જેને ખાણ ખનીજ વિભાગના અધિકારીને સાથે રાખી વાહન ચાલકને રોકી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને દંડ વસુલ લેવા અંગેની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગની કચેરી ખાતે મોકલી આપવામા આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.