Gujarat

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી, ચોરીઓના ગુન્હાઓમા પકડાયેલ ઇસમની પાસા મંજુર કરતા પોલીસ કમિશનર.

રાજકોટ ઇ-ગુજકોપ પ્રોજેક્ટમા ગુન્હાહિત ઇતિહાસ ચેક કરી, ચોરીઓના ગુન્હાઓમા પકડાયેલ ઇસમની પાસા મંજુર કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર તા.૨૩/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તેમજ આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, જે સુચના અન્વયે અગાઉ ઘરફોડ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી વિપુલભાઇ વલ્લભભાઇ કાવેઠીયા રહે.રાજકોટ શહેર વાળાની ગુન્હાહિત પ્રવૃતી અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોય જેથી થોરાળા પોલીસ સ્ટેશન P.I એન.જી.વાઘેલા નાઓએ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા ઇસમની ગુન્હાહિત પ્રવૃતી તથા ધ્યાને લઇ પાસા અધિનીયમ હેઠળ અટકાયત કરવા હુકમ કરતા ઈસમની પાસા હેઠળ અટકાયતમાં લઇ પાસા વોરંટની બજવણી કરી, વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. વિપુલભાઇ વલ્લભભાઇ કાવેઠીયા ઉ.૨૮ રહે.કુબલીયાપરા શેરીનં.૫ રાજકોટ મુળ રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી. પાસા અટકાયતી વિપુલભાઇ વલ્લભભાઇ કાવેઠીયાનો ગુનાહીત ઇતિહાસ થોરાળા પોલીસ સ્ટેશન BNS કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ),૫૪ મુજબ નો ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250323-WA0123.jpg