Gujarat

અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી રૂરલ પોલીસ ટીમ

અમરેલી તાલુકાના શેડુભાર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ કિં.રૂ.૫૧,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી રૂરલ પોલીસ ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતીઓ અંકુશમાં લેવા સુચના આપેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓ તેમજ નયના ગોરડીયા ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક અમરેલી, વિભાગ અમરેલી નાઓએ અમરેલી જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું.અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.ઓ.કે.જાડેજા નાઓને ચોક્કસ બાતમી મળેલ હોય કે, શેડુભાર ગામે સીમમાં જરખીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ હિંમતભાઇ બાબુભાઇ શેલડીયા નાઓની વાડી ખેતરના શેઢા પાસે આવેલ નેરડામાં જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા હોય જેથી અમરેલી તાલુકાના પોલીસ ટીમ દ્વારા હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા પાંચ ઇસમો જુગાર રમતા હોય જેમાંથી ત્રણ ઇસમોને જુગાર રમતા પકડી પાડેલ અને, તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

*પકડાયેલ આરોપીઓઃ*-

(૧) સાગરભાઇ ભગવાનભાઇ ઉર્ફે ભાયાભાઇ રાઠોડ, ઉ.વ.૨૬ ધંધો-પશુપાલન, રહે. શેડુભાર, તા.જિ.અમરેલી

(૨) નરેશભાઇ ભીખાભાઇ બોદર, ઉ.વ.૫૬, ધંધો-ખેતી રહે શેડુભાર, તા.જિ.અમરેલી

(૩) સવજીભાઇ ભગવાનભાઇ ઉર્ફે ભાયાભાઇ રાઠોડ, ઉ.વ.૩૨, ધંધો-પશુપાલન, તા.જિ અમરેલી

*પકડવાના આરોપીઓઃ*-

(૧) ભગાભાઇ ખીમાભાઇ જાદવ રહે.શેડુભાર, તા.જિ.અમરેલી

(૨) કમલેશ ઉર્ફે કાળુ વાલાભાઇ શીરોલીયા, રહે.શેડુભાર, તા.જિ.અમરેલી

*પકડાયેલ મુદ્દામાલઃ*-

રોકડા રૂ.૫૧,૨૭૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૫૧, ૨૭૦/- નો મુદ્દામાલ.

*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓ તેમજ ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક નયના ગોરડીયા નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ઓ.કે.જાડેજા તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે.*

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20250324-WA0013.jpg