Gujarat

લીલીયા શહેર સેવા સમિતિ નું કાર્યાલય ખુલ્લું મુક્તા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા

લીલીયા મોટા ખાતે ચૂંટણી માહોલ જામ્યો હોય ત્યારે લીલીયા શહેર સેવા સમિતિ નું કાર્યાલય અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ અને નાની ઉંમરે જેને ખૂબ રાજકીય પ્રગતિ કરી તેવા કૌશિક ભાઈ વેકરિયા ના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યાલય નું ઉદ્ઘાટન કરવા માં આવેલ જ્યારે લીલીયા શહેર સેવા સમિતિ સરપંચ પદ ના ઉમેદવાર અને હાલ લીલીયા તાલુકા ભાજપા પ્રમુખ ભનુભાઈ ડાભી કે જેવો લીલીયા ના લોકો ની માગણી અને લાગણી ધ્યાને લઈ ને ઉમેદવારી કરી હોય ત્યારે લોકો એ પણ આવા સાદા અને છેલ્લા ચાલીશ વર્ષ નો રાજકીય અનુભવ અને સાથે નોન કરેપટેડ અને પોતે મંડપ સર્વિસ ના ધંધા માં સકળાયેલ હોય નાના માં નાના માણસ ને ઓળખતા હોય દરેક સમાજ માં પોતા ની આગવી ઓળખ હોય ત્યારે લીલીયા ની જનતા એ પણ આ વખતે મન બનાવી લીધું હોય તેમ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપ ની હોય તો લોકો એ નક્કી કરી લીધું સે કે આ વખતે ભાજપ પ્રેરિત પેનલ ને ચૂંટીકાઢી ને લીલીયા ના વિકાસ ને અવિરત ચાલુ રાખવા માટે એક તક ભનુભાઈ ને આપવા મન બનાવી લીધું છે કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહી લોકો ને આહવાન કરેલ કે ભનુભાઈ જેવા લોકો કે જેમની પક્કડ ગાંધીનગર સુધી હોય ત્યારે આવા સરળ સ્વભાવ ધરાવતા ભનુભાઈ ને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરવા માં આવેલ તેવી જ રીતે લીલીયા યુવા સમિતિ ના સંજય બગડા એડવોકેટ અને લીલીયા ના લોકો ના હિત ની સતત ચિંતા કરતા એવા રસિકભાઈ પંકજ પાન વાળા સરલા બેન દવે અને હાલજ લીલીયા ને લીલુંછમ કરવા માં જેમની અગત્ય ની ભૂમિકા છે એવા સદ્દભાવના ગ્રુપ ના અદયક્ષ ઘનશ્યામભાઈ બારેયા દ્વારા લોકો ને અપીલ કરવા માં આવેલ કે ભનુભાઈ ડાભી ને મત આપી લીલીયા ના વિકાસ ના ભાગીદાર બનીએ આ તકે ઉપસ્થિત ગૌતમ ભાઈ વીછીયા મહામંત્રી તાલુકા ભાજપ ચતુર ભાઈ કાકડીયા રાશીભાઇ ડેર નેતા વિપક્ષ ઘનશ્યામભાઈ મેઘાણી સદસ્ય તાલુકા પંચાયત અરજણભાઈ ધામત પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ આનંદ ધાનાણી પમુખ યુવા ભાજપ વિપુલ પહાડા મહામંત્રી યુવા ભાજપ આર બી ભાલાળા ભરતભાઇ હેલયા ભીખાભાઈ ધારીયા કાન્તીભાઈ મનુભાઈ ડેર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20211210-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *