Gujarat

જેતપુર પીઠડીયા ટોલટેક્સ લોકલ મામલે, સંસ્થાઓ સાંસદ પાસે પહોંચી

સાંસદ ડો મનસુખ માંડવીયાને ઉપલેટા ખાતેની ઓફિસે રજૂઆત કરી.
જેતપુર પીઠડીયા ટોલનાકે લોકલ ચાર્જનો વધારો ઝીંકાતા ભારે રોષ.
જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા દ્રારા જેતપુર તાલુકાના ફોર વ્હીલર ચાલકો પાસેથી વસુલાતા રૂ.૧૦ લોકલ ટોલ ચાર્જમાં સો ગણો વધારો કરી રૂ.૨૦ કરતા વાહન ચાલકોમાં ટોલ પ્લાઝા સામે રોષ ફાટી નીકળ્યો છે. ભાવ વધારા સામે  ડાઇંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ લેખિતમાં રજૂઆત કરી હતી સાથે ૨ દિવસનું  અલ્ટીમેટમ પણ આ ચાર્જ ઘટાડવા માટે આપવામાં આવેલ છે. પરંતુ નેશનલ હાઇવે ના અધિકારીઓ અને ટોલ પ્લાઝા ના મેનેજમેન્ટ દ્વારા હજુ સુધી કોઈ ભાવ વધારો છે તે પાછો ન લેવાતા આખરે, જેતપુર ની સંસ્થાઓ ઈજ્જત બચાવવા સાંસદના ઘુટણીયે પડી હતી
જેતપુરથી રાજકોટ વચ્ચે સીકસ લેનનું કામ મંદગતિએ ચાલી રહ્યું છે અને લોકો પારાવાર મુશ્કેલી ભોગી રહ્યા છે ત્યારે. નેશનલ હાઈવે ઓથોરિટી ની મનમાની અને ટોલ પ્લાઝા મેનેજમેન્ટ ની દાદાગીરી ખુલ્લેઆમ લોકોને સુવિધા નથી આપી રહ્યા છતાં ટોલટેક્સ છે તે વસૂલી રહ્યા છે અને તેમાં જેતપુરના પીઠડીયા ટોલ પ્લાઝા પર લોકલ દરમાં વધારો કરતા આજુબાજુના ગામડાઓ તેમજ જેતપુરના પ્રજાજનોમાં રોષ છવાયો છે.ત્યારે બે દિવસ પહેલા જેતપુર ડાંઇગ એસોસિએશન, જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ટોલ પ્લાઝા ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી સાથે આવેદન આપવામાં આવ્યું હતું, આ રજૂઆત કરતા ત્યારે જણાવ્યું હતું કે બે દિવસમાં ટોલ પ્લાઝા પર લોકલ દર 20 ના બદલે 10.કરવામાં આવે અને જે 255 નો મહિનાનો પાસ કાઢવાનો નિર્ણય છે તે મુલતવી રાખવામાં આવે અને ત્યારે બે દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ જેતપુરની પ્રજાને કોઈપણ પ્રકારની રાહત થાય તેવી આ ટોલ મેનેજમેન્ટ દ્વારા ઘટાડો છે તે ના કરવામાં આવતા. આખરે જેતપુર ની જે સંસ્થાઓ મેદાને આવી હતી તેમને સાંસદને રજૂઆત કરવી પડી હતી. આજરોજ ઉપલેટાના ગૌરસ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા પોરબંદર લોકસભાના પ્રવાસમાં હોય ત્યારે.જેતપુરની મુખ્ય સંસ્થાઓ દ્વારા આવેદન આપી અને રજૂઆત કરી હતી કે તાત્કાલિક અસરથી આ ટોલટેક્સ દર જે લોકલ વધારવામાં આવ્યો છે તે ઘટાડવામાં આવે.
જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન પ્રમુખ જયંતીભાઈ રામોલિયાએ જણાવ્યું હતું કે સાંસદને રજૂઆત કરી છે સાંસદે નેશનલ હાઈવે ઓથોરિટીમાં વાત કરી છે અને પાંચથી છ દિવસમાં આમનું નિરાકરણ આવી જશે તેવું જણાવ્યું હતું