Gujarat

થરાદમાં ભંગારના પાંચ ગોડાઉન સીલ કરાયા,હોસ્પિટલને નોટિસ

થરાદ થરાદમાં બુધવારે નગરપાલિકા દ્વારા પાંચ ભંગારના વાડા સીલ કરાયા હતા. હોસ્પિટલને નોટિસ અપાઇ હતી. જ્યારે ગેરકાયદે ફટાકડાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પાલિકાની ટીમે પોલીસ લાઈન પાછળ ખત્રી વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 41 બોક્સ ફટાકડાનો બિન અધિકૃત જથ્થો મળી આવ્યો હતો. મકાન માલિક ઘટનાસ્થળે હાજર ન હતા, માત્ર ભાડૂઆત હાજર હતા.

આ ઉપરાંત નિધી બ્લડ બેંક, સામવેદ હોસ્પિટલ, દ્રષ્ટિ હોસ્પિટલ ફાયર સેફ્ટી અને બનાસ ઓર્થોપેડિક હોસ્પિટલને NOC માટે નોટિસ આપી હતી. તેમજ 5 ભંગારના વાડાઓને સીલ કરાયા હ તા. નગરપાલિકા દ્વારા દુકાનો સહિત સ્થળે તપાસ હાથ ધરાઈ હતી.