Gujarat

રાજકોટ રૈયારોડ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ રૈયારોડ કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.

રાજકોટ શહેર તા.૧૧/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ રામદેવસિંહ તથા વિજયભાઇ ઉકાભાઇ તથા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રૈયા રોડ અંજની સોસાયટી બ્લોકનં.૩૨-૨૪ વાળી શેરીમાં રોડ ઉપર થી VOLKSWAGEN VENTO કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. કૌશલ નીરંજનભાઇ નથવાણી ઉ.૨૦ રહે.પુષ્કરધામ રોડ કેવલમ રેસીડન્સીની સામે આવાસ યોજના કવાર્ટર બ્લોક નં.૨૬ કવાર્ટર નં.૬૬૨ રાજકોટ. ઈંગ્લીશ દારૂની બોટલ નંગ.૧૯૨ કિ.૫૭,૧૬૮ VOLKSWAGEN VENTO કાર નં.GJ-03-ER-3936 કિ.રૂા.૨,૫૦,૦૦૦ કુલ કિ.રૂા.૩,૦૭,૧૬૮ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250411-WA0026.jpg