Sports

આઈપીએલ ૨૦૨૫: પંજાબની ટીમનો બેટ્સમેન પ્રિયાંશ આર્યની બેટિંગથી પ્રિટી ઝિન્ટા થઈ ખુશ, સોશિયલ મીડિયા પર ખાસ પોસ્ટ શેર કરી

આઈપીએલ ૨૦૨૫માં પંજાબનો યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્ય IPL ૨૦૨૫ માં પોતાની ગેમના કારણે ચર્ચામાં છે. પ્રિયાંશે IPL ૨૦૨૫ માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધમાકેદાર બેટિંગ કરીને પંજાબ કિંગ્સ માટે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રિયાંશે માત્ર ૪૨ બોલમાં ૧૦૩ રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રિટી ઝિન્ટા પણ તેની શાનદાર ઇનિંગથી ખૂબ ખુશ હતી. પ્રિયાંશે પોતાની સેન્ચુરી પૂરી કરતા જ પ્રિટી ખુશીથી કૂદી પડી હતી. પ્રિટીએ યુવા બેટરની પ્રશંસા કરી હતી અને એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી.

પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં, પ્રિયાંશ આર્યએ ૩૯ બોલમાં સેન્ચુરી ફટકારી હતી. જે ૈંઁન્ના ઇતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી છે. પ્રિટીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રિયાંશ સાથેની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, ‘ગઈ રાત ખૂબ જ ખાસ હતી. અમે ક્રિકેટની ધમાકેદાર રમત, એક લેજન્ડની ગર્જના અને એક ચમકતા તારાનો જન્મ જાેયો. હું થોડા દિવસો પહેલા ૨૪ વર્ષીય પ્રિયાંશ આર્યને અમારા કેટલાક અન્ય યુવા ખેલાડીઓ સાથે મળી હતી. તે શાંત, શરમાળ અને નમ્ર હતો અને એ આખી સાંજે એક પણ શબ્દ બોલ્યો નહીં.‘

ક્રિકેટરની પ્રશંસા કરતા પ્રિટી ઝિન્ટાએ કહ્યું, ‘ગઈકાલે રાત્રે હું તેને ઁમ્દ્ભજી વિરુદ્ધ ઝ્રજીદ્ભ મેચ દરમિયાન ફરીથી મળી. આ વખતે તેની આક્રમક બેટિંગ સ્ટાઈલએ માત્ર મને જ નહીં પરંતુ સમગ્ર ભારતને આશ્ચર્યચકિત કરી દીધું. તેણે ૪૨ બોલમાં ૧૦૩ રન બનાવીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું.‘

અભિનેત્રી પ્રિટીએ યુવા ક્રિકેટર માટે આગળ લખ્યું કે, ‘અમને તારા પર ગર્વ છે, હસતા રહો અને ચમકતા રહો. તમે ફક્ત મારું જ નહીં પણ ક્રિકેટ જાેવા આવેલા બધા લોકોનું મનોરંજન કર્યું. આ માટે આભાર. મેદાન પર અને મેદાનની બહાર ઘણી યાદગાર ક્ષણો બનાવો.

IPL ૨૦૨૫ માટે પંજાબ કિંગ્સ માં જાેડાતા પહેલા, આર્યએ ભોપાલના રેલ્વે સ્ટેશનથી ૨૦ કિમી દૂર લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમીમાં સંજય ભારદ્વાજ હેઠળ તાલીમ લીધી હતી.