Gujarat

મેંદરડા : સમઢીયાળા ખાતે આયુર્વેદ જન જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવેલ

મેંદરડા : સમઢીયાળા ખાતે આયુર્વેદ જન જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવેલ

શિબિરમાં વિવિધ આયુર્વેદ રોગ માટે ની જાણકારી અને ટીપ્સ આપવામાં આવી

મેંદરડા તાલુકાના સમઢીયાળા ખાતે આયુષ ગ્રામ – સમઢિયાળા અંતર્ગત લોકો માં આયુર્વેદ પ્રત્યે જાગૃતી વધે અને ઘર બેઠા પ્રાથમિક સારવારની આયુર્વેદિક વસ્તુઓ બનાવી શકે એ માટે સરકારી આયુર્વેદ દવાખાનું- સમઢિયાળા દ્વારા પ્રેક્ટીકલ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતુ

આ વર્કશોપમાં નિષ્ણાંત ડો. રાહુલ શિંગડિયા દ્વારા લોકોને લાઇવ વસ્તુઓ બનાવીને શીખવી હતી અને ડો અપૂર્વ પાલનપૂરા ના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ ના ઔષધો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,

જેમાં સમઢિયાળા સરકારી પ્રાથમિક શાળાના બાળકો તથા શિક્ષકો,ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગ લીધો હતો આયુર્વેદમાં ખુબજ ઉત્સાહ અને વિશ્વાસ બતાવ્યો હતો આગામી દિવસોમાં લોકો આયુર્વેદ તરફ આગળ વધે અને લોકો મોંઘી દાટ દવાઓ ખાઈને પોતાનું જીવન અને શરીર જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે આયુર્વેદ ઔષધી દ્વારા સંપૂર્ણ રોગમુક્ત થાય તેના માટે સરકારશ્રી દ્વારા અને આયુર્વેદ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવેલ

રીપોર્ટ-કમલેશ મહેતા મેંદરડા

IMG-20250411-WA0056-3.jpg IMG-20250411-WA0052-2.jpg IMG-20250411-WA0055-1.jpg IMG-20250411-WA0054-0.jpg