National

છત્રપતિ શિવાજી મહારાજ સ્વધર્મ, સ્વરાજ અને સ્વભાષાના પ્રેરણાસ્ત્રોત હતા, તેમના જેવી દ્રઢ ઇચ્છાશક્તિ કોઇનામાં જ નથી: અમિત શાહ

છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ પર મહારાષ્ટ્રના રાયગઢમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી હતી.. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના રાયગઢમાં એક મોટી જનસભા ને સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ સ્વધર્મ, સ્વરાજ અને સ્વભાષાના પ્રેરણાસ્ત્રોત હતા. છત્રપતિ શિવાજી મહારાજ જેવી દ્રઢ ઇચ્છાશક્તિ કોઇનામાં જ નથી. અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, તેઓએ ઘણા મહાન લોકોની જીવનકથા વાંચી છે. પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ જેવું કોઇ નથી. તેઓએ દેશને “સ્વરાજ”નો મંત્ર આપ્યો હતો.

વધુમાં તેમણે સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે, રાજમાતા જીજાબાઇએ છત્રપતિ શિવાજી મહારાજને ઉચ્ચ કોટીના સંસ્કાર આપ્યા છે. રાજમાતા જીજાબાઇ સ્વદેશ પ્રેમની જીવંત પ્રતિમા છે. અમિત શાહે વધુમાં કહ્યુ હતુ કે, છત્રપતિ શિવાજી મહારાજ જેવું શૌર્ય કોઇનામાં જ નથી. જાેત જાેતામાં મહારાષ્ટ્ર હિંદ સ્વરાજમાં ફેરવાયું હતુ. છત્રપતિ શિવાજી મહારાજે સ્વધર્મ માટે પ્રેરિત કર્યા હતા. અને આ સાહસના કારણે મુઘલ સામ્રાજ્યનું પતન થયું હતુ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે શિવાજી મહારાજ ફક્ત મહારાષ્ટ્ર સુધી મર્યાદિત નથી. તેમની એકતાનો વારસો દેશ માટે પ્રેરણારૂપ છે. તેમણે કહ્યું કે સ્વતંત્રતાની સદીમાં મહાસત્તા બનવાનો ભારતનો સંકલ્પ શિવાજી મહારાજના આદર્શોથી પ્રેરિત છે. તેમણે ઔરંગઝેબ અંગે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પોતાને આલમગીર કહેતો હતો તે મહારાષ્ટ્રમાં હારી ગયો. પોતાને આલમગીર કહેવડાવતી શાસક મહારાષ્ટ્રમાં મરાઠાઓ સામે લડી અને હારીને મૃત્યુ પામી. આજે તેમની કબર મહારાષ્ટ્રમાં છે.

અમિત શાહની સાથે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઉદયનરાજે ભોસલે અને રાજ્ય પ્રધાન શિવેન્દ્રસિંહ ભોસલે રાયગઢ કિલ્લા પર હતા. ઉદયનરાજે ભોસલે અને શિવેન્દ્રસિંહ ભોસલે મરાઠા યોદ્ધા રાજાના વંશજાે છે. અગાઉ, શાહે રાયગઢ કિલ્લા નજીક પાચડ ખાતે શિવાજી મહારાજની માતા જીજાબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. જીજાબાઈ દેશભક્તિનું જીવંત મૂર્ત સ્વરૂપ અને રાષ્ટ્રપતિ છે. રાણી માતા જીજાબાઈએ શિવાજીને ઉચ્ચ મૂલ્યો આપ્યા.