મેંદરડા : નગરમાં વિવિધ મંદિરોમાં આસ્થા અને શ્રદ્ધાભેર હનુમાનજી નો જન્મોત્સવ ઉજવાયો
પૂજા અર્ચના દર્શન ચાલીસા સુંદરકાંડ મહા આરતી સમૂહ ભોજન પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા
મેંદરડા પંથકમાં ઠેર ઠેર ભાવભેર હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ આ જન્મોત્સવ પ્રસંગે શહેરના પાદર ચોકમાં આવેલ હનુમાનજી મંદિરે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા વર્ષોથી આ ધર્મોત્સવ ઉજવવામાં આવે છે
તેમજ ભરવાડ શેરીમાં બિરાજમાન પંચમુખી હનુમાન અને હવેલી શેરીમાં નાના મંદિર તરીકે પ્રખ્યાત બુઢીયા હનુમાન અને નિધીનગર સોસાયટી ખાતે બિરાજમાન પવનપુત્ર હનુમાનજી મંદિર સહિતના અનેક સ્થળોએ રંગે ચંગે ધામધૂમ પૂર્વક હનુમાન જી મહારાજનો જન્મોત્સવ ઉજવવામાં આવેલ હતો
આ સમગ્ર જન્મોત્સવ દરમિયાન ઠેર ઠેર પૂર્જા અર્ચના હનુમાન ચાલીસા સુંદરકાંડ ભજન કીર્તન ધૂન મહા આરતી સમૂહ ભોજન પ્રસાદી સહિતના વિવિધ વિસ્તારો માં કાર્યકમો યોજાયા હતા
ધાર્મિક ઉત્સવ દરમ્યાન સમગ્ર નગર હનુમાન દાદાના જન્મોત્સવ ના રંગે રંગાયુ હતુ ત્યારે તમામ મંદિરો માં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા