Gujarat

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયેલ

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ ધોરાજી આયોજિત સ્થાપકટ્રસ્ટીશ્રી સ્વ. દિનેશભાઈ ઠુમરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ તારીખ 13-4-2025 ને રવિવારના રોજ યોજાયેલ જેમાં સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી ભક્તિ સ્વામી તથા સંતશ્રી બાલકૃષ્ણ સ્વામી તેમજ નાનકશાની જગ્યાના મહંતશ્રી ભીખુબાપુ તેમજ પરબની જગ્યાના મહંતશ્રી વિજયબાપુ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકેલ .

આ રક્તદાન કેમ્પમાં નાથાણી બ્લડ બેન્ક જેતપુર દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવેલ અને બ્લડ દાતાઓ દ્વારા 276 બ્લડ બોટલ મળેલ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપીને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી રવિભાઈ માકડીયા ધોરાજી ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા વી ડી પટેલ ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી પાયલબેન ધોળકિયા ઉપપ્રમુખશ્રી ચિન્ટુભાઈ કોયાણી હરકિશનભાઈ માવાણી નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થાઓના પ્રમુખશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ હાજર રહેલ .

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજુભાઈ બાલધા, એ વી બાલધા, ચેતન બાલધા, શૈલેષ બાલધા, જયંતીભાઈ બાલધા, સંજય જાગાણી, મહેશ બાલધા, ગૌરાંગ બાલધા, ત્રુપેશ બાલધા, રાજુ વાગડિયા, મનોજભાઈ રામોલિયા, જયેશ બાલધા, પ્રફુલ બાલધા, બાબુભાઈ વેકરીયા, દિલીપ બાલધા, નવલ દાવડા, પરેશભાઈ વાગડીયા, વિપુલ બાલધા, પ્રદીપ સોજીત્રા, કારાભાઈ ગુંદણીયા, વિરેન્દ્રભાઈ, પિયુષભાઈ, અજયભાઈ, કેયુરભાઈ, ધર્મેશભાઈ, જસ્મીનભાઈ, રાકેશભાઈ, જયદીપભાઇ, રાજભાઈ, ભાવિનભાઈ, ભાસ્કર, યસ, ધ્રુવ, ક્રિશ, લવ, આર્યન, યુગ, વિગેરે નાના મોટા કાર્યકર્તાઓએ સફળ બનાવેલ