બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બુધવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે સવારે તાપમાન 25.9 ડિગ્રી રહ્યું હતું. દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
જિલ્લામાં દિવસ અને રાત્રિના તાપમાનમાં 14 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. હવામાન વિભાગે 17 એપ્રિલ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. બે ઋતુની અસરને કારણે મગફળી સહિતના પાકોમાં રોગચાળો ફેલાવાની આશંકા છે. એપ્રિલ માસની શરૂઆતથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. બનાસકાંઠાના લોકો બેવડી મોસમનો અનુભવ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

