Gujarat

પાલનપુરમાં મધ્યાન ભોજન યોજનાનું ખાનગીકરણ અટકાવવા રેલી યોજાઈ

પાલનપુરમાં મધ્યાન ભોજન યોજનાનું ખાનગીકરણ અટકાવવા બુધવારે રેલી યોજાઈ હતી. રેલી બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખાનગીકરણના નિર્ણય સામે રોષ વ્યક્ત કર્યો હતો. ખાનગીકરણથી બાળકોને તાજુ ભોજન મળવાને બદલે ચારથી પાંચ કલાક જૂનું ભોજન મળશે. પાલનપુરમાં મધ્યાન ભોજન યોજના ખાનગી હસ્તક સોંપવાની સરકારની તૈયારી સામે બુધવારે મોટી રેલી યોજાઈ હતી.

મધ્યાન ભોજન યોજના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનો કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ખાનગીકરણનો વિરોધ કર્યો હતો.સરકાર શાળાઓમાં ચાલતી મધ્યાન ભોજન યોજના ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપી ચલાવવાનું આયોજન કરી રહી છે. એજન્સી દ્વારા બનાવેલું ભોજન શાળાઓમાં પહોંચાડવાનું રહેશે.

આ નિર્ણય સામે યોજનામાં કામ કરતા કર્મચારીઓએ કડક વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું છે કે, જો સરકાર આ નિર્ણય લેશે તો તેઓનો રોજગાર ખોવાઈ જશે.અને મહત્વનું એ છે કે, હાલ બાળકોને તાજું ભોજન શાળામાં જ બનાવીને આપવામાં આવે છે. ખાનગી એજન્સી દ્વારા બનાવેલું ભોજન ચારથી પાંચ કલાકનું વાસી હશે.

.આ મુદ્દે પાલનપુરમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કર્મચારીઓ એકઠા થઇ રેલી યોજી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપી મધ્યાન ભોજનના ખાનગીકરણનો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી.