કલોલ તાલુકાના વડસર ગામે એરફોર્સ ગેટ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના જગતપુર-ગોતા વિસ્તારના રણછોડનગરમાં રહેતા વિનારામ ત્રિકારામ સુથાર 16 એપ્રિલની મોડી રાત્રે તેમના બાઈક નંબર GJ 27 DV 3033 પર પસાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન એક અજાણ્યા કાર ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી કાર હંકારી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં વિનારામ બાઈક સાથે રોડ પર પટકાયા હતા. તેમને શરીર અને પગના ભાગે ઈજાઓ થઈ હતી.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાંતેજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.