ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મીઠી રોહર વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું છે. આ જમીન મહાલક્ષ્મી ગોડાઉન (એચ.કે.)ની બાજુમાં જીઆઈડીસી રોડ પર આવેલી છે.

આરોપી હનિફ ઇબ્રાહિમ સંઘાર દ્વારા સરકારી પ્લોટમાં 1500 ચોરસ ફૂટમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. તેણે આ જગ્યાએ દિવાલ સાથે વરંડો, ચાર રૂમ અને બાથરૂમનું પાકું બાંધકામ કર્યું હતું. હાલના જંત્રી ભાવ પ્રમાણે આ જમીનની કિંમત રૂ. 27.30 લાખ આંકવામાં આવી છે. આરોપી હનિફ સંઘાર વિરુદ્ધ અગાઉ રાયોટિંગ, મારામારી જેવા શારીરિક હુમલા અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને સરકારી મિલકત પરનું આ દબાણ દૂર કર્યું છે.

