નડિયાદની એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલે વિદ્યાર્થીઓને વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક પૂરી પાડવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સ્કૂલે સિંગાપુર સ્થિત વર્લ્ડગ્રેડ સંસ્થા સાથે ભાગીદારી કરાર કર્યા છે. આ કરાર અંતર્ગત ખેડા-આણંદ જિલ્લા સહિત ચરોતર વિસ્તારના વિદ્યાર્થીઓને 50થી વધુ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓમાં અભ્યાસની તક મળશે. એસએનવી ગ્રૂપના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિપુલભાઈ પટેલે જણાવ્યું કે આજના સમયમાં વિદેશમાં ઉચ્ચ અભ્યાસની માંગ વધી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે ઘણી વખત વિદ્યાર્થીઓ અને વાલીઓ બિન-માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના ભોગ બને છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્કૂલે વર્લ્ડગ્રેડ સાથે કરાર કર્યા છે. વર્લ્ડગ્રેડે ગુજરાતમાં માત્ર નડિયાદની એસએનવી સ્કૂલને આ ભાગીદારી માટે પસંદ કરી છે.
કરારની સત્તાવાર જાહેરાત એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર વિપુલભાઈ શાહ અને દિલ્હીથી આવેલા વર્લ્ડગ્રેડના પ્રતિનિધિ અમિત ગર્ગની ઉપસ્થિતિમાં કરવામાં આવી. આ ભાગીદારી માટે સ્કૂલનું આંતરરાષ્ટ્રીય સ્તરનું શૈક્ષણિક માળખું અને ગુણવત્તાસભર શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવ્યું છે.

આ પ્રસંગે એસ એન વી સ્કૂલ મેનેજમેન્ટ,સ્ટાફ તથા મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વના શૈક્ષણિક કરાર અંગે વર્લ્ડગ્રેડ સંસ્થાના પ્રતિનિધિ અમિત ગર્ગે જણાવ્યું હતું કે, અમદાવાદ અને વડોદરા વચ્ચેની એસ એન વી ઇન્ટર નેશનલ સ્કૂલ એકમાત્ર એવી સ્કૂલ છે જેના અભ્યાસક્રમની સ્તર આંતરરાષ્ટ્રીય સ્તરનું છે.
સ્કૂલ પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે માળખાકીય સુવિધાઓ છે એટલું જ નહીં ગુણવત્તાસભર શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ છે.ત્યારે વર્લ્ડગ્રેડ સંસ્થા પણ ગુણવત્તાને જ પ્રાથમિકતા આપે છે.એટલે આ સંસ્થા સાથે ભાગીદારી કરાર કરાય છે.એસ એન વી અને વર્લ્ડગ્રેડ સંસ્થાની વિશ્વસનીયતાને પગલે વિદેશમાં જઈ માન્યતા પ્રાપ્ત યુનિ.માંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરવાનો સરળ અને વિશ્વસનીય માર્ગ મળશે.

વર્લ્ડગ્રેડ સંસ્થા પાસે અમેરિકા સહિતના વિવિધ રાષ્ટ્રની માન્યતા પ્રાપ્ત 50થી વધુ યુનિ.ના 500થી વધુ અભ્યાસક્રમમાં ગુણવતાયુક શિક્ષણ મેળવી ગ્રેજ્યુએટની ડિગ્રી મળી રહે તેવી સુચારુ વ્યવસ્થા છે.જેના માટે નડિયાદ ની એસ એન વી સ્કૂલનું પરિસર તેના માર્ગદર્શનથી લઈ વિધાર્થીના જે તે દેશની યુનિ.માં પ્રવેશ અને પ્રથમ એક વર્ષના ઓનલાઈન અભ્યાસક્રમની પણ સુચારુ સગવડ પુરી પાડશે.જેથી વિદેશની યુનિમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી અને તેના વાલી માટે પ્રથમ વર્ષનો કુલ ખર્ચના 20 થી 40 ટકા ફાયદો થશે.
એટલુ જ નહીં પ્રથમ વર્ષે વિદ્યાર્થી અહીં નડિયાદના એસએનવી પરિસરમાં રહીને જ વિદેશના અભ્યાસક્રમનું પ્રથમ વર્ષનું ઓન લાઇન શિક્ષણ મેળવી શકશે.જેથી પોતાનું બાળક પુરેપૂરું પરિપક્વ થાય પછી બીજા વર્ષે તેને જે તે દેશમાં વર્લ્ડગ્રેડ સંસ્થાના માધ્યમથી જવાનું હોય છે.જેથી વાલીને પોતાના સંતાન વિશે માનસિક ચિંતા રહેતી નથી.એમ એસ એન વી.ઇન્ટર નેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેકટર વિપુલભાઇ પટેલે ઉમેર્યું હતું.

આ ઉપરાંત વર્લ્ડગ્રેડ માધ્યમથી વિદેશની માન્યતા પ્રાપ્ત યુનિ. માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્ય વૃત્તી પણ મળવાની પુરી ખાતરી હોવાનું વર્લ્ડ ગ્રેડના પ્રતિનિધિ અમિત ગર્ગે જણાવ્યું હતું. જેનાથી વિદ્યાર્થીને પોતાના અભ્યાસક્રમની ફી ઉપરાંત અન્ય ખર્ચામાં પણ વિશેષ રાહત મળી શકે છે.

