ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી અને જળાભિષેક કર્યો હતો.


મંત્રીએ સોમનાથ મહાદેવ સમક્ષ રાજ્યના સર્વાંગી વિકાસ અને લોકોના કુશળક્ષેમ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે સોમનાથ ટ્રસ્ટ તરફથી મંદિરના પૂજારીએ તેમને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કર્યું. સાથે જ તેમને પ્રસાદ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.



