ઠાસરાના વોર્ડ નંબર ત્રણ અને ચારમાં ભાથીજી મંદિર થી બળીયાદેવ મંદિર સુધીના માર્ગ ઉપર ગટરના પાણી વહેતા હોવાને લઈ સ્થાનિકો તથા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં જ ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે. જોકે, સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં છતાં પણ પાલિકાના નિંદ્રાધીન અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
ઠાસરા નગરપાલિકાના વોર્ડ ત્રણ અને ચારના ભાથીજી મંદિરથી બળીયાદેવ મંદિર સુધી ના માર્ગ પર ગટરના ગંદા પાણીનો રહેલો વહી રહ્યો છે. જેમાં આ માર્ક પર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થતા હોય છે. આ સાથે આ માર્ગ ઉપર 10 થી વધુ ગામોના લોકો માર્ગ નો ઉપયોગ કરતા હોય છે.
જોકે માર્ગ ઉપર ગટરના ગંદા પાણીના ભરમાર વચ્ચે સ્થાનિક દુકાનદારો દ્વારા માર્ગ પર પોતાના વાહનો વચ્ચે વચ મૂકી દેવામાં આવી રહ્યા છે. ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા દુકાન માલિકોને રજૂઆત કરતા દુકાનદારો દ્વારા લુખી દાદાગીરી કરવામાં આવી રહી છે.
ત્યારે આ દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ સાથે નગરપાલિકાના ઉપપ્રમુખના બોર્ડમાં જ ગંદકીના સામ્રાજ્યના લઇ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ઘોર નિંદ્રામાં સુઈ રહેલા ઠાસરા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા માર્ગ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા દૂર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ નહીં
અમે પાલિકામાં ઉભરાતી ગટર ને લઈ ઘણી બધી વાર રજૂઆત કરવામાં આવી છે. જેમાં આ વોર્ડ પાલિકાના ઉપપ્રમુખનો હોવા છતાં પણ ઉપપ્રમુખ દ્વારા કોઈપણ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી નથી. ત્યારે પાલિકા દ્વારા ઉપરાતી ગટરના પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ છે.

