Gujarat

મહેમદાવાદમાં પીવાનું દુર્ગંધયુક્ત પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ

મહેમદાવાદ શહેરમાં આવેલા પાંજરાપોળ વિસ્તારમાં આવેલ ભૂતીયા ખાંચા અને મિસ્ત્રી ખાંચામાં છેલ્લા ઘણા સમયથી ગટરના દુર્ગંધ યુક્ત પાણી આવી રહ્યું છે. જેમાં પીવાના પાણીમાં જીવાતો આવતી હોવાને લઇ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર પાલીકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી.

મહેમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ જોવા મળી રહી છે. ત્યારે શહેરના પાંજરપોળ વિસ્તારમાં આવેલા ભુતીયા ખાંચા અને મિસ્ત્રીના ખાંચામાં છેલ્લા ઘણા સમયથી ગટરનો દુર્ગંધયુક્ત પીવાનું પાણી આવી રહ્યું છે. જેમાં પાણીની સાથે સાથે પાણીની અંદર જીવાતો પણ આવી રહી છે.

ત્યારે આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી રહી નથી. ત્યારે પીવાના પાણીની અંદર જીવાતો આવતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી રહી નથી.

જોકે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે તે બાદ તંત્ર આરોગ્યલક્ષી પગલાં ભરશે કે શું તેવું સ્થાનિકોમાં ચર્ચા કરી રહ્યું છે. ત્યારે પાણીમાં જીવાતો આવતી હોવાને લઇ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

ત્યારે બીજી તરફ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉદભવેલ ડ્રેનેજની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી,આમ પાલિકા દ્વારા નાગરિકોની સુખાકારીની જગ્યાએ સમસ્યા ઉદભવતા હોવાનું હાલ નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.