Gujarat

પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ઠંડા*પાણી પરબ શરૂ કરાઈ.

પાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ઠંડા*પાણી પરબ શરૂ કરાઈ.
આજરોજ તારીખ 26/ 4/ 2025 ના રોજ 12:00કલાકેપાલનપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર ઉનાળાની સખત ગરમી સામે પીવાના ઠંડા પાણીની સુવિધા માટે પાણીની માટલા પરબ શરૂ કરવામાં આવી જેમાં શ્રી કામરાજભાઈ ચૌધરી પ્રમુખ વડગામ તાલુકા ભાજપ શ્રી કિરણભાઈ ચૌધરી સકલાણા, દ્વારા પાણીની પરબ માટે માટલાની સુવિધા કરાયેલ હતી. જેમાં શ્રી બાલકૃષ્ણ જીરાલા, ડિરેક્ટર ZRUCC, વેસ્ટર્ન રેલ્વે, શ્રી પવન જીત યાદવ CMI, પાલનપુર શ્રી એસ.આર.મીના, સ્ટેશન મેનેજર પાલનપુર રેલ્વે સ્ટેશન શ્રી રામજીભાઈ ચૌધરી પૂર્વ પ્રમુખ વડગામ તાલુકા ભાજપ, શ્રી ચંપકલાલ બારોટ, ઉપપ્રમુખ બક્ષીપંચ મોરચો, બનાસકાંઠા ભાજપ, શ્રીજે. ડી. ભાટી, પાલનપુર ભાજપ, વિગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ઠંડા પાણીની પરબ નો શુભારંભ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પવન જીત યાદવ CMI અને શ્રી એસ.આર.મીના સ્ટેશન મેનેજર, રેલવે સ્ટેશન પાલનપુર દ્વારા કરવામાં આવેલ.
અહેવાલ તસવીર રમેશભાઈ પરમાર વડગામ

IMG-20250426-WA0077.jpg