Gujarat

૧૬મી ડિસેમ્બરે ડાકોર નગરપાલિકાના પ્રમુખ પદની ચૂંટણી યોજાશે

નડિયાદ
ડાકોર નગરપાલિકાની ૧૬મી ડીસેમ્બરે સામાન્ય સભા મળશે. કલેક્ટર દ્વારા પ્રમુખની ચૂંટણીને લગતું ખાસ જાહેરનામુ બહાર પાડ્યું છે. આ દિવસે બપોરે ૧૨ કલાકે પાલીકાના સભા ખંડમાં ચૂંટાયેલા સભ્યોએ હાજર રહી પ્રમુખને ચૂંટી કાઢવા આદેશ કરાયો છે. આ વખતે નાયબ કલેક્ટર પ્રાંત ઠાસરાના અધ્યક્ષ પદે આ ચૂંટણી યોજાવાની છે. જેના કારણે ડાકોરમાં ફરી એક વખત વાતાવરણ ગરમાયું છે. છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમળમાં ઘેરાયેલી ડાકોર નગરપાલિકામાં તાજેતરમાં જ પ્રમુખ મયુરી વિકાસ પટેલ, કારોબારી ચેરમેન હાર્દિક કનુભાઈ શાહ, સોનલ ગિરીશભાઈ પટેલ તેમજ રાજુ ડાહ્યાભાઈ પટેલને ખોટા ઠરાવો બાબતે સભ્યપદ પરથી ગેરલાયક ઠેરવ્યાં હતા. જેથી આ પાલીકા પ્રમુખનું પદ ખાલી પડતાં અહીંયા મહિલા અનામત સીટ હોવાથી કોણ નવા પ્રમુખ બને તેના પર સૌની મીટ મંડાઈ છે. આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાલિકામાં કુલ ૨૮ સભ્યો છે એમાંથી ૪ સભ્યો ગેરલાયક થતાં હવે ૨૪ સભ્યો પાલીકા પ્રમુખને ૧૬મી ડીસેમ્બરે ચૂંટશે. તો વળી નગરમાં પ્રમુખોના અનેકો નામ ચર્ચાની એરણે પહોંચ્યા છે. જે હવે આગામી ૧૬મી ડીસેમ્બરે જ માલૂમ પડશેખેડા જિલ્લાની ડાકોર નગરપાલિકા હંમેશા ચર્ચામાં રહેલી છે. તાજેતરમાં પ્રમુખ સહિત અન્ય લોકોને ખોટા ઠરાવો સંદર્ભે ગેરલાયક ઠેરવી તેઓનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. જેથી પ્રમુખની ખાલી પડેલા પદ માટે ચૂંટણીના એજન્ડા મૂજબ આગામી દિવસોમાં સામાન્ય સભા યોજાશે. જેના કારણે ડાકોરનું રાજકરણમાં ફરી એક વખત ગરમાયું છે.

Dakor-Municipality-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *