Gujarat

પાટણના બજારો ગાજરની આવકથી છલકાયા ઃ ઉત્પાદનમાં ઘટાડો

પાટણ
દેશભરમાં પાટણ તેના પટોળા ઉપરાંત ગાજર માટે પણ સૌથી વધુ લોકપ્રિય પંથક છે. જાેકે, આ વર્ષે શિયાળાની સીઝનમાં પાટણ પંથકમાં ગાજરનું ઉત્પાદન ઘટ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગાજરના ઉત્પાદનમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.પાટણ તાલુકા સહિત પંથકમાં ગાજરના વાવેતરમાં ઉત્તરોત્તર થઈ રહેલા ઘટાડાને લઈ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું છે કે, હાલમાં ખેડૂતોને ગાજરની મજૂરીનું પોષણ કે તેના ઉત્પાદન સામે યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે જેને કારણે ગાજરના ઉત્પાદનમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. સમગ્ર રાજયમાં ગાજરના ઉત્પાદન માટે હબ ગણાતા પાટણ તાલુકામાં ખેડૂતોને ગાજરનાં પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ગાજરનું ઉત્પાદન પ્રતિવર્ષે ઘટાડો નોંધાઈ રહ્યો છે જે ચિંતાજનક કહી શકાય. શાકમાર્કેટના વેપારી ઈશ્વર પટેલે જણાવ્યું હતું કે, પાટણ પંથકમાં ગાજરનું મોટા પાયે ઉત્પાદન પહેલા થતું હતું અને પાટણના ગાજર વર્ષોથી પ્રખ્યાત છે. સિઝનમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, નાસિક અને મહારાષ્ટ્ર, ઓરંગાબાદ સુધી પાટણના ગાજર જાય છે. જાેકે, હાલમાં હજુ ગાજરનો પ્રથમ તબક્કો શરૂ થયો હોવાથી અમદાવાદ, સુરત સુધી ગાજર જાય છે. વેપારી વિપુલ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ૧૦૦થી ૧૫૦ બોરી જેટલી આવક શરૂ થઈ છે. જે રૂની ગામમાંથી આવે છે. ત્યારે હાલ ૨૫૦થી ૩૫૦ રૂ મણના ભાવે ગાજર વેચાઈ રહ્યા છેપાટણની શાકમાર્કેટમાં ગાજરની આવક શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં માત્ર પાટણ પંથકમાં ઉત્પાદિત થતા ગાજરની પ્રથમ તબક્કાની આવક શરૂ થઈ ગઈ છે. જાેકે, શિયાળાની કડકડતી ઠંડી શરૂ થઈ ન હોવાથી ગુણવત્તાસભર ગાજર માર્કેટમાં આવ્યાં નથી. તેની સીધી અસર ભાવ પર પડી રહી છે. હાલ ગાજર મણે રૂપિયા ૨૫૦ થી ૩૦૦ના ભાવે વેચાઈ રહ્યા છે. જિલ્લા સહિત પંથકમાં વર્ષો અગાઉ જેટલું ગાજરનું ઉત્પાદન થતું હતું તેટલુ ઉત્પાદન કોઈ અન્ય જગ્યાએ થતું નહોતું. સમગ્ર રાજયમાં ગાજરના ઉત્પાદન માટે પાટણ તાલુકો હબ ગણાતો હતો. પાટણની સરદાર માર્કેટમાંથી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ગાજરની નિકાસ થતી હતી. જાેકે, હાલમાં જાેઈએ તો પાટણ પંથકમાં ગાજરના ઉત્પાદનમાં ખેડૂતોને રસ ન હોઈ તેમ ધીમે ધીમે ગાજરનું ઉત્પાદન ઓછું કરી ખેડૂતો બીજા પાક તરફ વળતા જાેવા મળી રહ્યા છે. અગાઉના વર્ષોમાં પાટણ તાલુકાના ૧૭ જેટલા ગામોમા ૧૨૦૦ થી ૧૫૦૦ હેક્ટરમાં પુષ્કળ પ્રમાણમાં ગાજરનું વાવેતર થતું હતું. ખેડૂતોને ગાજરનો ભાવ પણ સારો મળતો હતો. પરંતુ આજની વર્તમાન પરિસ્થિતિ જાેતા ગાજરના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાલુ વર્ષે પાટણ તાલુકામાં ૬૦૦ હેક્ટર અને સરસ્વતી તાલુકામાં ૧૦ હેક્ટર મળી કુલ ૬૧૦ હેક્ટર જમીનમાં ગાજરનું વાવેતર થયું છે. તેની પાછળનું કારણ જાેઈએ તો ખેડૂતોને ગાજરના પોષણક્ષમ ભાવો ન મળતાં હોઈ હાલ પાટણ પંથકનાં ખેડૂતોમાં નારાજગી જાેવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *