Gujarat

ઊનાના દેલવાડા ગામે ટોયલેટ બ્લોક તૈયાર થયા બાદ તાળા મારી દીધા !

ઊના પંથકના દેલવાડા ગામે ટોયલેટ બ્લોક તૈયાર થઈ ગયા બાદ તાળું મારી દેવામાં આવતા લોકોએ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

ઊના તાલુકામાં વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ દેલવાડા ગામ મોટું છે અહીંયા નાણાં પંચની ગ્રાન્ટ હોય 15 ટકા વિવેકિધીન ગ્રાન્ટ હોય સ્વચ્છતા ગ્રાન્ટ હોય સરકાર દ્વારા સૌથી વધુ ગ્રાન્ટ મેળવતુ ગામ છે અને આ ગામમાં પંચાયત પણ સૌથી વિશાળ છે તમામ સુવિધાઓ સભર છે.

ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે અને એ સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે સને 2023-24 ના વર્ષ દરમ્યાન 15ટકા વિવેકાધીન જોગવાઈ મુજબ દેલવાડા ગામે ઝાપા વિસ્તારમાં લોકો ને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ટોઇલેટ બ્લોક બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી .

એ મુજબ સ્થાનિક પંચાયત એ ગત્ તારીખ 10/2/2025 થી તારીખ 19/3/2025 ના સમય દરમિયાન રુપિયા 287600/ ના ખર્ચે ટોઇલેટ બ્લોક નુ નિર્માણ કાર્ય પુરુ કર્યુ છે અને ગ્રાન્ટ તથા સમય અવધિ મુજબ ની તકતી પણ લગાડી દેવામાં આવી છે પરંતુ હાલમાં આ ટોયલેટ બ્લોક શોભા ના ગાંઠીયા સમાન છે કારણકે આ ટોઇલેટ બ્લોક તૈયાર થયા પછી ટોઇલેટ બ્લોક ના દરેક દરવાજા પર તાળું મારી દેવામાં આવ્યું છે.