Gujarat

પરશુરામ જયંતીની શોભાયાત્રા રદ, પહેલગામમાં મૃતકો માટે યજ્ઞનું આયોજન

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ નાગરિકોના મોતને કારણે વેરાવળ બ્રહ્મ સમાજે પરશુરામ જયંતીની ઉજવણીમાં ફેરફાર કર્યો છે. સમાજે શોભાયાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે.

બ્રહ્મસમાજના પ્રમુખ સુજલભાઈ પાઠકના જણાવ્યા અનુસાર, 29મી એપ્રિલે પરશુરામ જયંતીના દિવસે શોભાયાત્રાને બદલે મૃતકોની આત્માની શાંતિ માટે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશભરમાં કાશ્મીર હુમલાને કારણે શોકનો માહોલ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેરાવળ બ્રહ્મ સમાજે આ વર્ષે પરશુરામ જયંતીની ઉજવણી સાદગીથી કરવાનો નિર્ણય લીધો છે.