Gujarat

એરોમા સર્કલ નજીક પુલ ઉપર કેળા ભરેલા ટેમ્પાનું ટાયર ફાટતાં પલટી મારી ગયો

અમદાવાદ થી કાચા કેળા ભરી રાજસ્થાન તરફ જઈ રહેલ એક ટેમ્પો પાલનપુર એરોમા સર્કલ નજીક બ્રિજ ઉપરથી પ્રસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટાયર ફાટતા ટેમ્પો પલટી ગયો હતો. જેના ચાલક વાઘારામ આસુરામ રબારી ( ઉં.વ.65) ને ઇજાઓ થઈ હતી. જેને 108 ના પાયલટ સાદિકભાઈ શેખ અને એએમટી ગંગારામ ચૌધરીએ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.