Gujarat

પોલીસે બે બાંગ્લાદેશી મહિલાઓને વિઝા વગર ઝડપી, ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ

બનાસકાંઠા પોલીસની એલસીબી અને એસઓજી ટીમે પાલનપુર શહેરમાંથી વિઝા વગર ભારતમાં પ્રવેશેલી બે બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પાલનપુર ન્યુ બસ પોર્ટ પાસેથી એક શંકાસ્પદ મહિલા ઝડપાઈ હતી.

પકડાયેલી મહિલાની ઓળખ ઝુલેખાખાતુન અરબઅલી માંડલ (ઉંમર 33) તરીકે થઈ છે. તે પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના રુદ્રપુર કુમરા કાશીપુર વિસ્તારની રહેવાસી છે.

બીજી મહિલા સાહાના (ઉંમર 40) ડીસા શહેરના દક્ષિણ વિસ્તારમાંથી મળી આવી હતી. તે બાંગ્લાદેશના જામલપુર, ચંદ્રા સોસાયટીની વતની છે.

પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ પાસે પાસપોર્ટ કે વિઝા ન હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા બંને મહિલાઓની પૂછપરછ ચાલી રહી છે.

વેરિફિકેશન બાદ તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.