જામનગરમાં ઓશવાળ હોસ્પિટલ સામે માર્ગ પરના રેંકડી, ટેબલ સહીતના દબાણો દૂર કરાયા હતાં. શહેરમાં એસ્ટેટ વિભાગની દબાણ હટાવ ઝુંબેશ સતત યથાવત રહી છે.
જામ્યુકોની એસ્ટેટ શાખામાં કર્મીઓની બદલી બાદથી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ વેગવાન બની છે.
છેલ્લાં થોડા દિવસોથી શહેરના જુદા-જુદા વિસ્તારમાં રજાના દિવસે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ત્યારે સોમવારે ઓશવાળ હોસ્પિટલ સામે હોટલ અને અન્ય ધંધાર્થીઓ દ્વારા માર્ગ પર રાખવામાં આવેલા ટેબલ, રેંકડીઓ સહિતનો માલ-સામાન જપ્ત કરી દબાણ દૂર કરવામાં આવ્યા હતાં.

