રાજકોટ બામણબોર પાસેથી ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૨૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સંતોષભાઇ મોરી તથા હરદેવસિંહ રાઠોડ તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા દેવરાજભાઇ કળોતરા નાઓને મળેલ સયુંકત હકીકત આધારે અમદાવાદ-રાજકોટ હાઇ-વે બોમણબોર ચેક પોસ્ટ થી આશરે એકાદ કિ.મી. દુર રાજકોટ તરફ જતા રોડ ઉપર ટ્રકમાં બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૮૫૫૨ ના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. રઘુભાઇ દેવાભાઇ ચાવડા ઉ.૨૬ રહે.રામાપીર ચોકડી પાસે રૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક રાજકોટ. ટાટા કંપનીનો LTP ૨૫૧૮ ટ્રક નં.GJ-03-BV-9485 કિ.રૂા.૧૦,૦૦,૦૦૦ કુલ બોટલ નંગ-૮૫૫૨ કિ.રૂા.૧૪,૫૬,૦૮૪ મળી કુલ કિ.રૂા.૨૪,૬૬,૦૮૪ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


